ગુજરાત ATS ફરીવાર સક્રિય થઈ ગઈ છે. ATS દ્વારા રાજસ્થાનમા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભીવાડીના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ATS દ્વારા રેડ પાડવામાં આવી છે. આ રેડ દરમિયાન ગેરકાયદે ઉત્પાદિત સાયકોટ્રોપિકનો 22 કિલો જથ્થો જપ્ત કરાયો છે. આ ઉપરાંત અલ્પ્રાઝોલમ પ્રીકર્સર કેમિકલ સહિતનો જથ્થો જપ્ત કરાયો છે. ATS દ્વારા ઉત્તર પ્રદેશના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ભીવાડીના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં દરોડા
ગુજરાત ATS દ્વારા રાજસ્થાનના ભીવાડીના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં દરોડા પાડવામા આવ્યા હતાં. જયપુર પોલીસને સાથે રાખીને ATS દ્વારા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમા ફેક્ટરીમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ગેરકાયદે ઉત્પાદિત સાયકોટ્રોપિકનો 22 કિલો જથ્થો જપ્ત કરાયો હતો. આ ઉપરાંત અલ્પ્રાઝોલમ પ્રીકર્સર કેમિકલ સહિતનો જથ્થો જપ્ત કરાયો હતો. ATSએ દવાઓનો જથ્થો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ATS દ્વારા આ દરોડા દરમિયાન ઉત્તર પ્રદેશના ત્રણ આરોપી અશુંલ શાસ્ત્રી, અખિલેશ મૌર્ય અને ક્રિષ્ના યાદવની ધરપકડ કરવામાં આવી છે.













