રાજ્યમાં કોઈ અજાણી મહિલા નવજાત શિશુને ત્યજીને ફરાર થઈ ગઈ હોવાના રોજબરોજ કિસ્સા સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક મહિલા પાંચ દિવસના બાળકને છોડીને ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. બાળકને હોસ્પિટલની નર્સરીમાં મુકીને મહિલા ભાગી જતાં સિવિલનું તંત્ર દોડતુ થઈ ગયું હતું.
અમદાવાદ સિવિલમાં માતા બાળકને છોડી ફરાર
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ પાંચ દિવસના બાળકને નર્સરીમાં છોડીને તે ફરાર થઈ ગઈ હતી. આ મહિલા રાજસ્થાનની હોવાનું સામે આવ્યું છે. મહિલા ફરાર થઈ હોવા અંગે સિવિલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી શાહિબાગ પોલીસે મહિલાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ફરાર થયેલી માતા સામે ગુનો નોંધ્યો છે.













