ગુજરાતમાં ઊંટવૈધો સામે રાજ્ય સરકારે અભિયાન ચલાવ્યું હતું. જેમાં ડિગ્રી વિના જ લોકોની સારવાર કરતા ડોક્ટરો ઝડપાયા હતાં. હવે રાજકોટમાંથી પણ એક નકલી ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. મેટોડા જીઆઈડીસીમાં છેલ્લા એક વર્ષથી આ ડોક્ટર ક્લિનિક ચલાવતો હતો. પોલીસે આ ડોક્ટરને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


છેલ્લા એક વર્ષથી લોકોની દાંતની સારવાર કરતો

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં એસઓજીએ એક નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. રાજમંગલ મુરત સુહાની નામનો શખ્સ કોઈપણ પ્રકારની ડિગ્રી વિના જ ક્લિનિક ચલાવતો હતો. તે દાંતનો ડોક્ટર બનીને લોકોની સારવાર કરતો હતો. આ અંગે પોલીસને બાતમી મળતા રાજકોટ ગ્રામ્ય એસઓજીએ ક્લિનિક પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ ડોક્ટર છેલ્લા એક વર્ષથી લોકોની દાંતની સારવાર કરતો હતો.

એલોપેથો દવાઓનો જથ્થો જપ્ત કર્યો

પોલીસે આ નકલી ડોક્ટર પાસેથી અલગ અલગ પ્રકારની એલોપેથો દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ડોક્ટરની ક્લિનિકમાં રહેતા સારવાર માટેના સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા હતાં. પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Ahmedabad News : ભાજપના નવા સંગઠનની જાહેરાત બાદ આજે કમલમમાં બેઠક યોજાશે


  • Follow us on: