રાજકોટની ઐતિહાસિક વીરાણી સ્કૂલના ગ્રાઉન્ડ મામલે પૂર્વ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પૂર્વ વિદ્યાર્થી પરસોતમ પીપળીયાની આગેવાનીમાં 100 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા. આ આંદોલનમાં મહીસાગરના પૂર્વ કલેક્ટર કે.બી. ઉપાધ્યાય પણ જોડાયા છે, જે દર્શાવે છે કે આ લડત કેટલી ગંભીર છે. પરસોતમ પીપળીયાએ ગ્રાઉન્ડ મામલે ટ્રસ્ટ પર પ્રહારો કરતા જણાવ્યું કે; સરકારી માલિકી: વીરાણી સ્કૂલનું ગ્રાઉન્ડ ખરેખર સરકારી ગ્રાઉન્ડ છે, પરંતુ ટ્રસ્ટીઓ માત્ર એક સામાન્ય ચિઠ્ઠીના આધારે તેને પોતાની માલિકીનું ગણાવી ખોટો પ્રચાર કરી રહ્યા છે.


મહીસાગરના પૂર્વ કલેક્ટર પણ આંદોલનમાં જોડાયા

રેવન્યુ રેકોર્ડનો પડકાર: જો ટ્રસ્ટ પાસે માલિકીના સાચા પુરાવા હોય, તો તેઓ રેવન્યુ રેકોર્ડ કે પ્રોપર્ટી કાર્ડ કેમ જાહેર કરતા નથી? ગેરકાયદે પ્રવૃત્તિ: ગ્રાઉન્ડમાં ચાલતા રાત્રિ બજાર અને બોક્સ ક્રિકેટ જેવી વ્યાપારી પ્રવૃત્તિઓ તદ્દન ગેરકાયદેસર છે. વર્ષ 2019માં જ્યારે ટ્રસ્ટ આ ગ્રાઉન્ડ વહેંચવા નીકળ્યું હતું, ત્યારે પણ પૂર્વ વિદ્યાર્થીઓએ જાહેર નોટિસ આપી આંદોલન કરી ગ્રાઉન્ડ બચાવ્યું હતું. હાલમાં આ કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો જરૂર પડશે તો તેઓ શહેરના આ રમતગમતના મેદાનને બચાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડત ચલાવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: