અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શીલજ ખાતે એક અત્યંત આધુનિક અને સુવિધાસભર સ્મશાન ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંદાજે ₹17 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ સ્મશાન ગૃહ માત્ર અંતિમ સંસ્કાર માટેનું સ્થળ જ નહીં, પરંતુ એક સુવ્યવસ્થિત શાંતિ પરિસર તરીકે ઉભરી આવ્યું છે.


2 CNG ભઠ્ઠી અને 4 લાકડાની ભઠ્ઠીની કરાઇ વ્યવસ્થા

12 હજાર ચોરસ મીટરમા ફેલાયેલી ભવ્યતા આ સ્મશાન ગૃહ વિશાળ જમીનમાં ફેલાયેલું છે. અહીં પર્યાવરણ અને આધુનિકતાનો સમન્વય જોવા મળે છે. અંતિમ સંસ્કાર માટે અહીં 2 CNG ભઠ્ઠી અને 4 લાકડાની ભઠ્ઠીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકો પોતાની પરંપરા કે અનુકૂળતા મુજબ નિર્ણય લઈ શકે.

અનેક સુવિધાઓથી સજ્જ છે આ સ્મશાન ગૃહ

અન્ય વિશેષ સુવિધાઓથી સજ્જ આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા અહીં ઉપલબ્ધ કેફેટેરિયા છે.સામાન્ય રીતે સ્મશાનમાં લાંબો સમય રોકાવું પડતું હોય ત્યારે દૂરથી આવેલા સંબંધીઓ માટે ચા કોફી અને નાસ્તાની સુવિધા મળી રહે તે હેતુથી આ વ્યવસ્થા કરાઇ છે. જેમાં શોકસભા અને આત્મિક શાંતિ માટે અલગ પ્રાર્થના હોલ છે. આ સિવાય વેઇટિંગ એરિયા અને પાર્કિંગ, મુલાકાતીઓ માટે બેસવાની સુંદર વ્યવસ્થા અને વિશાળ પાર્કિંગ સ્પેસ. અસ્થિ મેળવવા માટે એક વિશેષ અને પવિત્ર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

અન્ય 10 સ્મશાનગૃહોને આવી રીતે જ સુવિધા સભર બનાવાશે

તંત્ર દ્વારા આગામી સમયમાં વાડજ અને જમાલપુર સહિત શહેરના અન્ય 10 સ્મશાન ગૃહોને પણ આ જ રીતે આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવાનું આયોજન છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દુખની ઘડીમાં આવેલા નાગરિકોને કોઇ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે અને તેમને સ્વચ્છ તેમજ શાંત વાતાવરણ મળી રહે તે છે.

આ પણ વાંચોઃ Gujarat Police News: ગ્રાન્ટના અભાવે વિલંબ થયેલો પગાર પોલીસ કર્મીઓને ચૂકવાયો


  • Follow us on: