ગુજરાત પોલીસ વિભાગમાં છેલ્લા બે દિવસથી પગારમાં વિલંબ થવાની જે ચર્ચાઓ ચાલતી હતી, તેનો સુખદ અંત આવ્યો છે.અગાઉ એવી આશંકા હતી કે ગ્રાન્ટના અભાવે આ મહિને પોલીસ કર્મચારીઓને પગાર કરવામાં મોડું થઇ શકે છે. પરંતુ વહીવટી તંત્રની ત્વરિત કામગીરીને કારણે નિર્ધારિત સમયે તમામ કર્મચારીઓના પગાર કરી દેવામાં આવ્યા છે.


પત્રને કારણે સર્જાઇ હતી ચિંતા

થોડા સમય પહેલા એક સત્તાવાર પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતુ કે પૂરતી ગ્રાન્ટના અભાવે પોલીસ કર્મચારીઓના પગારમાં વિલંબ થઇ શકે છે. આ સામાચાર વાયુવેગે પ્રસરાતા હજારો પોલીસ પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતુ. ખાસ કરીને નીચલા સ્તરના કર્મચારીઓ માટે જયારે મહિનાની શરૂઆતમાં જ પગાર ન આવવો એ આર્થિક મુશ્કેલીનું કારણ બની શકે તેમ હતુ.

પરિવારોમાં રાહત

કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ કર્મીઓ દિવસ રાત ફરજ બજાવતા હોય છે. ત્યારે સમયસર પગાર થવો તેમના મનોબળ માટે ખૂબ જ મહત્વનું છે. ગ્રાન્ટની અછતની અફવાઓ વચ્ચે સમયસર થયેલા પગારથી પોલીસ બેડામાં રાહતની લાગણી જોવા મળી હતી. હવે વહીવટી તંત્રએ સુનિશ્ચિત કર્યુ છે કે ભવિષ્યમાં ગ્રાન્ટ ફાળવણીમાં આવી કોઇ ટેકનિકલ ખામી ન સર્જાય અનવે ખાખી પહેરનારા જવાનોને આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

આ પણ વાંચોઃ Surat News : 35 દિવસથી દીકરી ગુમ છતાં પોલીસ નિષ્ક્રિય? રોષે ભરાયેલા પાટીદારોએ ન્યાય માટે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો


  • Follow us on: