ગુજરાતનો લોકપ્રિય તહેવાર ઉત્તરાયણ આ વર્ષે ઇમરજન્સી સેવાઓ માટે ભારે દોડધામભર્યો રહ્યો છે. 108 ઇમરજન્સી સેવા દ્વારા જાહેર કરાયેલા આકંડા પ્રમાણે, 14 અને 15મી જાન્યુઆરી એમ બે દિવસમાં રાજ્યભરમાં કુલ 11,578 ઇમરજન્સી કેસ હેન્ડલ કરવામાં આવ્યા હતા. સામાન્ય દિવસોની સરખામણીએ આ દિવસોમાં કટોકટીના કેસોમાં સરેરાશ 33 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 14મી જાન્યુઆરીએ 5,897 કેસ અને 15 જાન્યુઆરીએ 5,681 ઇમરજન્સીના કેસ નોંધાયા છે.

ચોંકાવનારા વધારાના કારણો

સૌથી વધુ આંચકાજનક વધારો ક્રશ ઇન્જરી એટલે કે ગંભીર ઇજાઓમાં જોવા મળ્યા હતા. જે ઉત્તરાયણના દિવસે સામાન્ય દિવસો કરતા 1018% અને બીજા દિવસે 791% જેટલો વધુ હતો.પતંગ ચગાવતી વખતે ઉત્સાહમાં આવીને છત પરથી પડવાના કે લપસી જવાના કિસ્સાઓમાં પણ ભારે વધારો નોંધાયો છે.

હિંસા અને અકસ્માતના કિસ્સાની સંખ્યા

તહેવારના માહોલમાં ઘર્ષણના કિસ્સાઓ પણ વધ્યા છે. શારીરિક હુમલાના કેસોમાં ઉત્તરાયણના દિવસે 284% નો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. માર્ગ અકસ્માતોની વાત કરીએ તો, વાહન અકસ્માતના કેસોમાં 14 તારીખે 118% નો વધારો થયો હતો. આ ઉપરાંત, પતંગની કાતલ દોરીથી ગળા કપાવવા, ઇલેક્ટ્રોક્યુશન વીજ કરંટ અને દાઝી જવાના કિસ્સાઓએ પણ ૧૦૮ ની ટીમને વ્યસ્ત રાખી હતી.


  • Follow us on: