અમદાવાદના ઐતિહાસિક જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર ખાતે ગત 20 એપ્રિલે અક્ષય તૃતીયાના મંગલ પર્વ પર 149મી રથયાત્રાની તૈયારીઓનો વિધિવત પ્રારંભ થયો હતો. દર વર્ષની પરંપરા મુજબ આ દિવસે ભગવાનના રથોનું પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે રથપૂજનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. હવે ભગવાનના મામા બનવા માટે સરસપુર ખાતે ડ્રો યોજાયો હતો. જેમાં શહેરના મેમનગરના દવે પરિવારને આ તક મળી છે.
મેમનગરમાં રહેતા દવે પરિવારને આ મોકો મળ્યો
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગત અખાત્રીજના દિવસે ભગવાનના રથોનું પૂજન કરવામાં આવ્યું હતું. હવે ભગવાનના મામા બનવા માટે સરસપુર ખાતે ડ્રો યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરના મેમનગરમાં રહેતા દવે પરિવારને આ મોકો મળ્યો છે. તેજસભાઈ દવે ભગવાનના મામા બનશે. સાત વર્ષ સુધી રાહ જોયા બાદ હવે તેમને આ તક મળી છે. ભગવાનનું મામેરુ તેઓ વાજતે ગાજતે કરશે.
