આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ તેમજ રાજ્યસભા સાંસદ સંજયસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાત હાઇકોર્ટે બંનેને રાહત આપવાનો ઇન્કાર કર્યો છે અને તેમની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે.
માનહાનિ કેસમાં હવે કેજરીવાલ અને સંજયસિંહ સામે કાર્યવાહી થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત કેસમાં દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં હવે કેજરીવાલ અને સંજયસિંહ સામે કાર્યવાહી આગળ વધશે.













