નેતાઓ પર હુમલા થવાની ઘટનાઓ આમ તો નવી નથી. અવાર નવાર ગુજરાત અને દેશમાં નેતાઓ પર હુમલા થવાની કે સ્યાહી ફેંકવાની ઘટનાઓ બનતી રહે છે અને આવા અહેવાલો બહાર આવતા રહે છે. આજે દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર રાજકોટના શખ્સે હુમલો કર્યો હતો પણ તમને જણાવી દઇએ કે આ પહેલાં પણ નેતાઓ પર હુમલો થવાના બનાવો બનતા રહ્યા છે


કેજરીવાલ પર ઘણા હુમલા

દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર પણ આ પ્રકારના હુમલા ભુતકાળમાં થતાં રહ્યા છે. જાન્યુઆરી 2025 માં કેજરીવાલ જ્યારે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમની ગાડી પર પથ્થર ફેંકાયો હતો જેમાં કેજરીવાલ બચી ગયા હતા. ઉપરાંત કેજરીવાલ પર એક રેલી દરમિયાન પણ એક શખ્સે હાર પહેરાવાના બહાને તેમની નજીક જઇને થપ્પડ પણ મારી હતી. આ હુમલો 2019માં થયો હતો. જો કે કેજરીવાલ પર આના પહેલાં પણ ઘણા હુમલા થયેલા છે.

કેજરીવાલ પર હુમલાનો સિલસિલો

અરવિંદ કેજરીવાલ પર ઘણા હુમલા થયા છેમાં જેમાં 2013માં પ્રેસ કોન્ફરન્સમાં તેમની પર સ્યાહી ફેંકાઇ હતી તો 2014માં વારાણસી લોકસભા ચૂંટણીમાં તેમની પર વધુ એક વાર સ્યાહી ફેંકાઇ હતી તો 2014માં તેમને એક રિક્ષા ચાલકે પણ થપ્પડ મારી હતી. 2016ના એપ્રિલમાં તો કેજરીવાલ પર દિલ્હી સચિવાલયમાં જ હુમલો કરાયો હતો અને એક શખ્સે તેમની પર જૂતુ ફેંક્યું હતું. 2018માં ફરી એક વાર દિલ્હી સચિવાલયમાં જ અરવિંદ કેજરીવાલ પર મરચાનો પાવડર નાખીને હુમલો કરવાનો પ્રયાસ થયો હતો.

પૂર્વ ગૃહ મંત્રી પી.ચિદમ્બરમ્બ પર પણ હુમલો

પૂર્વ ગૃહ મંત્રી પી.ચિદમ્બરમ્બ પર પણ હુમલો થયો હતો. 2009માં જ્યારે તે દેશના ગૃહ મંત્રી હતા ત્યારે પત્રકાર જરનૈલ સિંહે મિડીયા સાથેની વાતચીત દરમિયાન તેમની પર જૂતુ ફેંક્યું હતું . જરનૈલ સિંહે જગદીશ ટાઇટલરની મુક્તી બાબતે સવાલ કરેલો હતો પણ ચિંદમ્બરમ્બે જે જવાબ આપ્યો તે તેનાથી સહન ના ઙયો અને તેણે જૂતુ ફેંક્યું હતું.

 પૂર્વ સીએમ મનમોહનસિંહ પર જુતુ ફેંકાયુ હતું

આ ઉપરાંત એપ્રિલ 2009ની વાત કરીએ તો અમદાવાદમાં પૂર્વ સીએમ મનમોહનસિંહ પ્રચાર કરી રહ્યા હતા ત્યારે એક શખ્સે મનમોહન તરફ જૂતુ ફેંક્યું હતું પણ આ જુતુ પૂર્વ પીએમના સ્ટેજ સુધી પહોંચી શક્યું ન હતું

દેશના આ નેતાઓ પર હુમલા થયા હતા

દેશના અન્ય નેતાઓની પણ જો વાત કરીએ તો યુપીના પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મોર્ય પર રાયબરેલીમાં એક શખ્સે તાજેતરમાં જ થપ્પડ મારીને હુમલો કર્યો હતો તો 2014માં અખિલેશ યાદવને ગાજીયાબાદમાં એક શખ્સે ચપ્પલ ફેંક્યું હતું. 2014માં જ કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી પર પૂણેમાં એક શખ્સે જુતુ ફેંક્યું હતું. કુરુક્ષેત્રના સાંસદ નવીન જિંદાલ પર પણ 2009માં જૂતુ ફેંકાયું હતું . પંજાબના એક સમયના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ પર પણ 2014માં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જુતુ ફેંકાયું હતું.

ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી પર પણ જૂતુ ફેંકાયું હતું

ગુજરાતની વાત કરીએ તો રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા પર પણ 2017માં જુતુ ફેંકવામાં આવ્યું હતું. પ્રદિપસિંહ જાડેજા જ્યારે 2017માં વિધાનસભા સંકુલમાં સદનની બહાર અમરેલી જિલ્લામાં થયેલી સરપંચની હત્યાના મુદ્દે નિવેદન આપવા આવ્યા ત્યારે તેમની પર જુતુ ફેંકાયું હતું. આ જુતુ ગોપાલ ઇટાલિયાએ ફેંક્યું હતું અને તેમણે નારેબાજી કરી હતી. આગળ જતાં ગોપાલ ઇટાલિયા અત્યારે તો વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બની ગયા છે અને આપના નેતા છે.

ભાજપના નેતા જીવીએલ નરસિમ્હા રાવ પર જૂતું ફેંકવામાં આવ્યું

ઉપરાંત 2019માં નવી દિલ્હીમાં ભાજપની ઓફિસમાં જ્યારે પ્રેસ કૉન્ફરન્સ ચાલુ હતી ત્યારે ભાજપના નેતા જીવીએલ નરસિમ્હા રાવ પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. તે વખતે લોકસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું.

આ નેતાઓ પર હુમલા

તો 2021માં જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આપના નેતાઓ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. આપના નેતા ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મહેશ સવાણી સહિતના આપના નેતાઓ પર હુમલો થયો હતો તો આ જ વર્ષ 2021માં શ્રીનગરના નૌગામમાં સ્થિત ભાજપના યુવા નેતા મોહમ્મદ અનવર ખાનના ઘરના મુખ્ય દરવાજા અને દીવાલ પર ફાયરીંગ કરાયું હતું

  • Follow us on: