દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જનસુનાવણી દરમિયાન ગુજરાતના રાજકોટમાં રહેતા શખ્સે હુમલો કરતા તેમને ઇજા પહોંચી છે. હુમલો કરનારા શખ્સને તત્કાળ પકડી લેવાયો છે. આ શખ્સનું નામ રાજકોટમાં રહેનારો રાજેશ ખીમજી સાકરીયા હોવાનું અને તે ડોગ પ્રેમી હોવાના કારણે દિલ્હીમાં હાલ શ્વાનને શેલ્ટર હોમમાં મોકલવાનો જે મુદ્દો ગરમાયો છે તે મુદ્દે નારાજ થઇને તેણે આ હુમલો કર્યો હોવાનું રાજેશની માતાએ મીડિયાને જણાવ્યું હતું.

જન સુનાવણીમાં હુમલો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તેમની કેમ્પ ઓફિસમાં સવારે 8 વાગે જ્યારે લોકોની જન સુનાવણી યોજી રહ્યા હતા ત્યારે રાજેશ સાકરીયાએ તેમની પર હમલો કર્યો હતો.
રેખા ગુપ્તાનું માથું ટેબલના ખુણા સાથે અથડાયું
આ મામલે જ્યારે દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સક્સેનાને પુછવામાં આવ્યું ત્યારે રાજેશે મુખ્યમંત્રીનો હાથ પકડ્યો હતો અને તેમને ખેંચ્યા હતા જેના કારણે રેખા ગુપ્તાનું માથું ટેબલના ખુણા સાથે અથડાયું હતું અને તેમને ઇજા થઇ હતી. તેમણે એમ પણ કહ્યું કે થપ્પડ મારવાની ઘટના ખોટી છે. આરોપીએ પોતાનું નામ રાજેશ ભાઈ ખીમજી (41) હોવાનું જણાવ્યું છે. તે ગુજરાતના રાજકોટનો રહેવાસી છે. ઘટના બાદ દિલ્હીના મુખ્ય સચિવ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચી ગયા છે.

મારો પુત્ર પશુ પ્રેમી છે
દરમિયાન રાજેશના માતા ભાનુ બહેને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે એ થલો લઇને આવ્યો અને મને કહે કે હું જાઉ છું. તે હમણા તો રિક્ષા ચલાવે છે પણ અત્યાર સુધી કોઇ જ કામ કરતો ન હતો. તેની પત્ની અને છોકરાઓનું હું જ ભરણપોષણ કરું છું. તેમણે કહ્યું કે રાજેશ આખો દિવસ ધર્માદાનું કામ કરે છે. મારો પુત્ર પશુ પ્રેમી છે. શ્વાનનેમ કરે છે. એટલે તે ગયો છે. તેનુ મગજ ઠેકાણે નથી. એ ઘરમાં બોલતો હતો કે શ્વાન પકડવાના હોય કે તેમને ખવડાવાનું હોય તેમણે એમ પણ કહ્યું કે એ રવિવારે ગયો હતો પણ તે દિલ્હી જાય છે તેમ અમને કહ્યું ન હતું