દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર અજાણ્યા શખ્શે હુમલો કર્યો છે, મુખ્યમંત્રી જ્યારે જનતા સમસ્યા સાંભળી રહ્યા હતા તે સમયે તેની પર એક શખ્સે હુમલો કર્યો, રિપોર્ટસ પ્રમાણે, આ હુમલાવર એક ફરિયાદપત્ર લઇને સીએમ આવાસ પહોંચ્યો હતો. તેણે તે પત્ર પહેલા હવામાં લહેરાવ્યો અને ત્યાર બાદ બૂમો પાડતો પાડતો સીએમ તરફ આગળ વધ્યો. કોઇ કઇ સમજે તે પહેલાંજ તેણે સીએમ રેખા ગુપ્તાને લાફો ઝીંકી દીધો.
અતિશીએ કરી હુમલાની નિંદા
દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલાને લઇને અનેક નેતાઓ તેની નિંદા કરી રહ્યા છે. હુમલાને લઇને દિલ્હીના પૂર્વ આતિશીએ પણ તેને લઇને ટ્વીટ કર્યુ છે. તેમણે લખ્યુ કે, દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થવો ખૂબજ નિંદનીય બાબત છે. લોકતંત્રમાં અસહમતિ અને વિરોધ કરવો જોઇએ. પરંતુ હિંસા ન છોડી જોઇએ.
પ્રિયંકા ચતુર્વેદીએ બીજેપી પર કર્યો પ્રહાર
શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી કહે છે, "આપણે ભૂતકાળમાં એવી ઘટનાઓ જોઈ છે જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આ પ્રકારના હુમલા થયા હતા. તે સમયે, ભાજપ તે હુમલાઓની ઉજવણી કરતી હતી.કાયદો અને વ્યવસ્થાનો પડકાર આ દેશની રાજધાનીના વર્તમાન મુખ્યમંત્રીના દરવાજા સુધી પહોંચી ગયો છે. તે અત્યંત ચિંતાજનક છે અને ગૃહ મંત્રાલયે પ્રશ્નો ઉઠાવવાની જરૂર છે કારણ કે દિલ્હી પોલીસ અને કાયદો અને વ્યવસ્થા તેમના હેઠળ આવે છે.જો મુખ્યમંત્રી પોતે અસુરક્ષિત હોય તો દિલ્હીના નાગરિકો કેવી રીતે સુરક્ષિત છે? મને આશા છે કે ગૃહ મંત્રાલય આખરે દિલ્હીના નાગરિકો દ્વારા કરવામાં આવી રહેલા કારણ પ્રત્યે જાગૃત થશે."
જનતા સુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થવા પર અંજલિએ કહ્યુ કે, "આ ખોટું છે. દરેકને જનતા સુનાવણીનો અધિકાર છે. જો કોઈ પણ અજાણ્યો વ્યક્તિ તેમને થપ્પડ મારી શકે છે, તો આ મોટી વાત છે.હું ત્યાં હતો.તે વ્યક્તિ બોલી રહ્યો હતો અને તેણે અચાનક થપ્પડ મારી દીધો. પોલીસ તેને લઈ ગઈ છે."
દિલ્હી કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારી હુમલા વિશે પ્રતિક્રિયા આપતા કહે છે, આ ખૂબ જ દુઃખદ છે. રાજકારણમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. પરંતુ ભાજપ હિંસાની જનની છે. લોકો ભાજપથી ગુસ્સે છે.જેણે પણ આ કર્યું છે તેની તપાસ થવી જોઈએ.