હાલમાં દિલ્હીના સીએમ રેખા ગુપ્તા ચર્ચામાં છે. કારણ કે સીએમ રેખા ગુપ્તા પર ગુજરાતના એક શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો. પોલીસે આરોપીની અટકાયત  કરી છે. સીએમ જનતાની સમસ્યાઓ સાંભળી રહ્યા હતા તે દરમિયાન એક શખ્સ આવ્યો અને બૂમો પાડવા લાગ્યો ત્યારબાદ સીએમને લાફો મારી દીધો. આ મામલે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. કોના ઇશારે આ હુમલો કરાયો અને કેમ. સમગ્ર મામલે રાજકીય દિગ્ગજો આ ઘટનાને વખોડી રહ્યા છે. ત્યારે આવો જાણીએ દિલ્હીના મહિલા મુખ્યમંત્રી વિશે વિગતવાર 


કેવી રીતે રાજકીય કારકિર્દીની થઈ શરૂઆત?

રેખા ગુપ્તાએ 1993માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 1997-97માં તે દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પ્રમુખ બન્યા છે. તેઓ 2007 અને 2012માં ઉત્તર પિતામપુરા (વોર્ડ 54)થી મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ પછી 2022માં તેણીને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના મેયર પદ માટે ભાજપના ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા.

દિલ્હી વિધાનસભા ચૂંટણી-2025માં તે શાલીમાર બાગથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવારને 29,595 મતોથી હરાવ્યા હતા. રેખા ગુપ્તાએ પોતાની જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ ક્ષમતાને આપ્યો. તેમણે કહ્યું કે, દિલ્હીના લોકો વિકાસની અપેક્ષા રાખે છે.

રેખા ગુપ્તાની સિદ્ધિઓ

રેખા ગુપ્તાએ તેમની રાજકીય સફરમાં મહિલા કલ્યાણ, શિક્ષણ સુધારણા અને સમુદાય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે તેમના વિસ્તારમાં સ્વિમિંગ પૂલ, જીમ, લાઇબ્રેરી અને કોમ્યુનિટી હોલ જેવી સુવિધાઓ પૂરી પાડી છે. આ ઉપરાંત, તેમણે મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય તપાસ કેમ્પ શરૂ કર્યા. સ્ત્રી ભ્રૂણ હત્યા અને બાળ મજૂરી સામે જાગૃતિ અભિયાન ચલાવ્યું છે.

  • Follow us on: