દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાંખવાની ધમકી આપનારો ઝડપાયો છે. દિલ્હી અને ગાઝિયાબાદ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. કોતવાલી વિસ્તારનો શ્વોક ત્રિપાઠી નામનો શખ્સ ઝડપાયો છે. હાલ તેને દિલ્હી પોલીસને સોંપી દેવાયો છે. દિલ્હી પોલીસ આરોપીને કસ્ટડીમાં લઇ જઇને વધુ પૂછપરછ હાથ ધરી રહી છે.


નશામાં હતો આરોપી 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે આરોપીએ દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો થયો હતો. અને તે દારૂના નશામાં  જ કોલ કરીને ધમકી આપી દીધી હતી. તેનું સરનામુ ગોરખપુરમાં રજિસ્ટર્ડ હતુ. પોલીસે જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનકી મારી નાંખવાની ધમકી મળી હતી. જે બાદ પોલીસ તપાસમાં જોડાઇ હતી.

પોલીસ કંટ્રોલને આવ્યો હતો ફોન

હાલ પોલીસે આરોપીને ઝડપી લીધો છે. તેણે પત્ની સાથે લડાઇ પછી નશામાં આવીને કોલ કર્યો હતો. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ગઇકાલે બપોરે સીએમને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. જો કે 24 કલાક થતા પહેલા જ આરોપી પોલીસ પકડમાં આવી ગયો છે.

આરોપીએ પોલીસ કન્ટ્રોલ રુમમાં ફોન કરીને મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.. પોલીસે જણાવ્યું હતુ કે મોડી રાત્રે ગાઝિયાબાદ પોલીસને PCR પર ફોન ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીનો મોડી રાત્રે 11 વાગ્યે કોલ આવ્યો હતો. જેના પછી ગાઝિયાબાદ પોલીસે દિલ્હી પોલીસે તેની જાણકારી આપી હતી.



  • Follow us on: