અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ઓફિસની કામગીરી દરમ્યાન મજૂર એક હોટ મિક્ષ વાહનની ટક્કર હેઠળ દટાઈ ગયો. ઘટનાના તાત્કાલિક સમાચાર મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને મજૂરને બહાર કાઢ્યો હતો

મજૂરને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો

 મજૂર દટાતા તત્કાળ ફાયર વિભાગને જાણ કરાઇ હતી અને મજૂરને તાત્કાલિક સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મજૂરનું નામ મનિષ હોવાનું અને તે 25 વર્ષનો હોવાનું જાણવા મળે છે.