અમદાવાદની પ્રતિષ્ઠિત LG કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી માથાકૂટ અને હિંસાની ઘટના સામે આવતાં કેમ્પસમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલામાં અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને નિશાન બનાવીને માર મારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, LG કોલેજની હોસ્ટેલમાં મોડી રાત્રે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે કોઈ અજ્ઞાત કારણોસર માથાકૂટ થઈ હતી. આ માથાકૂટે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ મોઢે રૂમાલ બાંધીને અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને માર માર્યો હતો. હુમલાખોરોએ પોતાની ઓળખ છુપાવવા માટે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.


કેમ્પસનો વિવાદ

આ હિંસક માથાકૂટમાં એક વિદ્યાર્થીને ગંભીર ઇજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું નિવેદન નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે અને સાથે જ હોસ્ટેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને મોઢે રૂમાલ બાંધીને હુમલો કરનારા વિદ્યાર્થીઓની ઓળખ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યા હોવાથી આ ઘટના પાછળ કોઈ પ્રાદેશિક વિવાદનું કારણ છે કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Navsari News : મર્ચન્ટ નેવીમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા 40.34 લાખની મેગા છેતરપિંડી, જલાલપોર પોલીસે આરોપી ધરપકડ કરી 

  • Follow us on: