રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શન મોડમાં છે. તેવામાં અમદાવાદ પીસીબી (PCB) એ નરોડા વિસ્તારમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે.
નરોડા સર્કલ પાસે દરોડો
ચોક્કસ બાતમીના આધારે પીસીબીની ટીમે નરોડા સર્કલ પાસે વોચ ગોઠવીને રેડ કરી હતી. તપાસ દરમિયાન એક વાહનમાંથી ₹67.57 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો હરિયાણાથી નડિયાદ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.










