અમદાવાદમાં ટ્રાવેલ એજન્ટ અજય મોદી ટ્રાવેલ્સ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કંપનીના સંચાલક આલાપ મોદીએ આ મામલે ઉન્નતિ એન્ટરપ્રાઇઝના સંચાલક ઉન્નતિ પટેલ વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આરોપી મહિલા એજન્ટે વિશ્વાસઘાત કરી કંપનીના નામે આશરે 33.87 લાખની ઉચાપત કરી હોવાનો આક્ષેપ છે.

છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી

ફરિયાદ મુજબ, ઉન્નતિ પટેલ અજય મોદી ટ્રાવેલ્સ સાથે ફ્લાઇટ બુકિંગના કામકાજ માટે ગ્રાહકો પાસેથી પેમેન્ટ મેળવવા માટે ચાલાકીપૂર્વક QR કોડનો ઉપયોગ કર્યો હતો.

33.87 લાખની ઉચાપત

ફ્લાઇટ બુકિંગના બહાને ઉઘરાવેલી રકમ 33.87 લાખની રકમનો હિસાબ ન મળતા આલાપ મોદીએ કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.

પોલીસ કાર્યવાહી

સેટેલાઇટ પોલીસે આલાપ મોદીની ફરિયાદના આધારે ઉન્નતિ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે બેંક ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે. 


આ પણ વાંચો----     Gandhinagar : અધિકારીઓ બેલગામ? ધારાસભ્યોને પણ નથી ગણતા! વિધાનસભાની કમિટીમાં કરી ફરિયાદ