વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાતને વધુ એક ગિફ્ટ આપવામાં આવી છે. અમદાવાદમાં શરૂ થયેલી લાઈફલાઈન તરીકે પ્રસ્થાપિત થયેલી મેટ્રોના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે. હવે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીની મેટ્રો લાઈનને મંજૂરી આપવામાં આવી છે.


ગિફટ સિટીથી શાહપુર સુધીની મેટ્રો લાઇન મંજૂર

દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અમદાવાદ મેટ્રોના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે. ગિફ્ટ સિટીથી શાહપુર સુધીની મેટ્રો લાઈનને મંજૂરી આપવામાં આવી છે. ચાર વર્ષમાં 1067 કરોડના ખર્ચે મેટ્રોની લાઈન તૈયાર થશે. કેબિનેટની બેઠકમાં અમદાવાદ મેટ્રો ફેઝ-2Bને પણ મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના આયોજન પહેલા જ શહેરને વધુ એક મેટ્રો મળી શકે છે.

આ પણ વાંચોઃ British Airways Flight : લંડનથી હૈદરાબાદ જઈ રહેલી બ્રિટિશ એરવેઝની ફ્લાઈટનું નાગપુરમાં કરાયું લેન્ડિંગ, જાણો કારણ


  • Follow us on: