અમદાવાદના સરખેજ હાઈવે પર સ્થિત ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ નામના રફતારના રાક્ષસે જેગુઆર કારથી 9 લોકોને કચડી માર્યા હતાં. આ કેસની કોર્ટમાં સુનાવણી યોજાઈ રહી છે. એક પછી એક સાક્ષીની જુબાની લેવામાં આવી રહી છે. ત્યારે વધુ એક સાક્ષીએ કોર્ટમાં તથ્યને ઓળખી બતાવ્યો છે. આ કેસમાં કોર્ટમાં અત્યાર સુધીમાં 10 લોકોની જુબાની લેવામાં આવી છે.
સાક્ષીએ તથ્ય પટેલને કોર્ટમાં ઓળખી બતાવ્યો
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસની સુનાવણીમાં વધુ એક સાક્ષીની જુબાની લેવાઈ હતી. સાક્ષીએ કોર્ટ સમક્ષ આરોપી તથ્ય પટેલને ઓળખી બતાવ્યો હતો. સાક્ષીએ કોર્ટમાં કહ્યું હતું કે, અકસ્માત બાદ તથ્યને અફસોસ જ ના હોય તેવું વર્તન કર્યું હતું. તથ્યના પિતાએ પણ ઘટના સ્થળે દોડી આવીને દાદાગીરી કરી હતી. તથ્યની જેગુઆર ગાડી બ્રેક માર્યા સિવાય જ લોકો પર ચઢી ગઈ હતી. આ કેસમાં કોર્ટમાં વધુ એક આરોપીએ તથ્યની ઓળખ કરી હતી. હવે આ કેસમાં અત્યાર સુધીમાં કોર્ટમાં કૂલ 10 લોકોએ જુબાની આપી છે. વધુ એક જુબાનીથી તથ્યની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા, હરિત શુકલાની જગ્યાએ સંદિપ સાંગલેને જવાબદારી સોંપાઈ













