અમદાવાદના દસક્રોઇ વિસ્તારમાં પસાર થતી ખારીકટ કેનાલમાં પાણી છોડવાના મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે દસક્રોઇના ધારાસભ્ય બાબુ પટેલે સિંચાઇ વિભાગ અને કોન્ટ્રાક્ટર સામે આકરો રોષ ઠાલવીને ખેડૂતોની વ્યથા રજૂ કરી છે.
ચાર વર્ષની લાંબી રાહ અને અધૂરો વિકાસ
ધારાસભ્ય બાબુ પટેલે જણાવ્યું હતું કે, ખારીકટ કેનાલની કામગીરી છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તે પૂર્ણ થઈ નથી. વિકાસના નામે શરૂ થયેલું આ કામ હવે ખેડૂતો માટે મુસીબત બની ગયું છે. લાંબા સમયની રાહ જોયા બાદ પણ સિંચાઈનું પાણી ન મળતા ખેતીના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેમણે દુખ સાથે કહ્યું કે, ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે.













