ભારત આજે પરિવર્તનના ઉંબરે ઉભું છે અને આ પરિવર્તનની બાગડોર દેશના યુવા પ્રોફેશનલ્સના હાથમાં છે. તાજેતરમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત યુવાનો સાથે થયેલી એક ગહન ચર્ચામાં ભવિષ્યના ભારતનું એક નવું અને પ્રોત્સાહક ચિત્ર ઉપસી આવ્યું છે.


આગામી ભારત ઇકો ફ્રેન્ડલી હોવું જોઇએ

આજના યુવાનો માત્ર આર્થિક વિકાસ જ નહીં, પરંતુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં માને છે. ચર્ચા દરમિયાન યુવાનોએ ભાર મૂક્યો હતો કે આગામી ભારત ઇકો ફ્રેન્ડલી હોવું જોઇએ. પ્રદૂષણમુક્ત હવા, સ્વચ્છ જળ અને દરેક નાગરિકનું ઉત્તમ સ્વાસ્થ્ય એ વિકસિત ભારતની પહેલી શરત છે.પર્યાવરણના જતન સાથેના વિકાસને યુવાનોએ પ્રાથમિકતા ગણાવી છે.

ટેકનોલોજી અને ડિજિટલ ક્રાંતિ

ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત અત્યારે હરણફાળ ભરી રહ્યુ છે. યુવા પ્રોફેનશનલ્સના મતે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ક્રાંતિ ભારતને વિશ્વના અન્ય દેશો કરતા એક અલગ સ્તર પર લઇ જશે.ખેતીથી લઇને અવકાશ વિજ્ઞાન સુધી , ટેકનોલોજીનો ઉપયોગ દેશની કાર્યક્ષમતામાં અનેક ગણો વધારો કરશે.

સરકારી યોજનાઓ અને યુવા શક્તિ

વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સરકારની વિવિધ પ્રોત્સાહક યોજનાઓ જેવી કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા પાયાની ભૂમિકા ભજવી રહી છે. યુવાનો માને છે કે જ્યારે સરકારની નીતિઓ અને યુવાનોની સર્જનાત્મકતા ભેગી થાય, ત્યારે દેશની પ્રગતિને કોઇ અટકાવી શકતું નથી.

આ પણ વાંચોઃ Rajkotમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો, આરોપીએ બદ ઇરાદે બાળકીનું આપહરણ કર્યુ હતું


  • Follow us on: