રાજકોટના રૈયા વિસ્તારમાં બદઇરાદાથી બાળકીનું અપહરણ કરનારને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે

 ભરત મકવાણા મજૂરી કામ કરતો હતો

માહિતી અનુસાર, ભરત મકવાણા મજૂરી કામ કરતો હતો અને તે પરિવારની બાળકી પર સમયથી નજર રાખતો હતો.

પરિજનોની નજર ચૂકવીને બાળકી ઉઠાવી ગયો

 છેલ્લા કેટલાક સમયથી તે બાળકીને બદ ઇરાદાથી ઉઠાવવા માટે તક જોઈ રહ્યો હતો. આખરે તે પરિજનોની નજર ચૂકવીને બાળકી ઉઠાવી ગયો હતો.

પોલીસે આરોપી ભરત મકવાણાને ઝડપી પાડ્યો

ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક અસરથી આરોપી ભરત મકવાણાને ઝડપી પાડ્યો છે. આરોપી મજૂરી કામ કરતો હતો

આરોપી સામે અપહરણ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો

પોલીસે આરોપી સામે અપહરણ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


આ પણ વાંચો-----     Republic Day 2026 : વાવ–થરાદમાં રાજ્યકક્ષાની 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજ વંદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત