અમદાવાદ શહેરમાં ઘાટલોડિયા વિસ્તારમાં એક પરિણીતાએ પોતાના સાસરિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે.


નણંદે તાંત્રિક વિધી કરાવી


મહિલાના જણાવ્યા મુજબ, તેમના પતિ માનસિક તાણમાં રહેતા હોવાથી નણંદે તાંત્રિક વિધી કરાવી હતી.

સાસરિયાઓએ માર માર્યો


જો કે પરિણીતાએ આ વિધીનો વિરોધ કરતા તેને સાસરિયાઓએ માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે જ, છૂટાછેડા માટે દબાણ કરવામાં આવતું હોવાનો પણ આરોપ કરાયો છે.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી


મહિલાની ફરિયાદના આધારે પશ્ચિમ પોલીસ સ્ટેશન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાની ગંભીરતા દર્શાવી, સંબંધિત તમામ પક્ષોની પૂછપરછ શરૂ કરી છે.

  • Follow us on: