અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં સનસનાટીભર્યા બનાવમાં, 25 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. આ યુવક પર હુમલો થતાં તેને ગંભીર હાલતમાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. યુવકના પિતાએ આ ઘટનાને લૂંટના ઇરાદે કરાયેલી હત્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
મેઘાણીનગરમાં યુવક પર હુમલો
જોકે, આ કેસમાં વધુ ગંભીર બાબત ત્યારે સામે આવી જ્યારે મૃતકના પરિજનોએ સિવિલ હોસ્પિટલના તબીબો પર બેદરકારી દાખવવાનો આક્ષેપ કર્યો હતો. પરિજનોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય સારવાર મળી હોત, તો કદાચ યુવકનો જીવ બચી શક્યો હોત. આ ઘટના અંગે મેઘાણીનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને 4 અજાણ્યા લોકો સામે ગુનો નોંધીને હત્યા અને લૂંટના ઇરાદાની દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસે આક્ષેપિત આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.













