જો કે મેઘાણીનગર પોલીસે હત્યાના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે, પોલીસ ગિરફતમાં રહેલ આ આરોપી છે હિતેશ ઉર્ફે બુચિયો પટણી આ આરોપીએ તેના મિત્રો સાથે મળી હિંમતસિંહને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે, ઘટનાની વાત કરીએ તો મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે આરોપી હિતેશ ઉર્ફે બુચિયો પટણી રિક્ષા લઈને ઉભો હતો ત્યારે હિંમતસિંહ પવાર અને આરોપી વચ્ચે રિક્ષાના હૂડ ફાડવા બાબતે ઝઘડો થયો હતો.


ઝઘડામાં બન્ને પક્ષે તલવાર અને છરીથી આમને સામને મારામારી થઈ હતી

આરોપી હિતેશ પટણી સાથે તેનો ભાઈ પિકાચુ પટણી, અજય પટણી અને નિકુલ ઉર્ફે દતો પટણીએ હિંમતસિંહ પર છરીથી હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા હિંમતસિંહને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું, મૃતકના પિતાએ આ હત્યા હુડ તોડવા બાબતે નહીં પણ લૂંટના ઇરાદે થઇ હોવાના આક્ષેપ કર્યા છે, આ સાથે જ મૃતકની બહેને સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળી હોવાના પણ આક્ષેપ કર્યા છે.

મૃતક હિંમતસિંહના પિતા નિવૃત આર્મી જવાન છે

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક હિંમતસિંહના પિતા નિવૃત આર્મી જવાન છે, જ્યારે તેમનો દીકરો હિંમતસિંહ છૂટક કામકાજ કરતો હતો, જ્યારે આરોપી રિક્ષા ચલાવે છે આરોપી અને મૃતક બન્ને મેઘાણીનગર વિસ્તારમાં રહેતા હતા અને તેમની વિરુદ્ધ અગાઉ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે આ હત્યા પાછળ રિક્ષા હૂડ ફાટી જવાની અદાવત હતી કે કોઈ અન્ય કારણ છે જે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે, હાલમાં મેઘાણી નગર પોલીસે હત્યા કેસમાં મુખ્ય આરોપી હિતેશ પટણીની ધરપકડ કરી છે. આ હત્યા કેસમાં આરોપી પિકાચુ પટણી, અજય પટણી અને નિકુલ ઉર્ફે દતો પટણી ફરાર હોવાથી પોલીસે જુદી જુદી ટીમ બનાવીને તેઓની શોધખોળ શરૂ કરી છે, જે બાદ હત્યા કરવા પાછળ કારણ લઈને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Banaskantha News : પાલનપુરમાં ઓવરટેક કરવાને લઈ કારચાલકે સર્જયો અકસ્માત, 1 મહિલાનું ઘટના સ્થળે મોત અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા


  • Follow us on: