બનાસકાંઠાના પાલનપુરમાં અકસ્માતની ઘટના બની છે, જેમાં ફુલ સ્પીડમાં આવી રહેલી કારે 3 લોકોને અડફેટે લીધા છે જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કારચાલકની અટકાયત કરી છે, કાર ચાલકે મહિલા સહિત ત્રણ લોકોને અડફેટે લીધા છે.


બનાસકાંઠામાં કારચાલકે સર્જયો ગંભીર અકસ્માત

બનાસકાંઠાના પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા છે જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે, હનુમાન ટેકરી સર્વિસ રોડ પર ઓવરટેક કરતી વખતે કાર ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત અને કાર ચાલકે દૂધ લઈ જતા મહિલા સહીત 3 લોકોને લીધા હતા અડફેટે. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, સમગ્ર ઘટનામાં હાલ અકસ્માતનો ગુનો નોંધાયો છે.

કારચાલક આબુ રોડનો રહેવાસી છે

પાલનપુરમાં આવેલી ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા ભારતીબેન ઠક્કર નામના મહિલાનું નીપજ્યું મોત, તો ઈજાગ્રસ્ત બે પુરુષને ખસેડાયા સારવાર અર્થે, ઘટનાને પગલે ઘટના સ્થળે ઉમટ્યા લોકોના ટોળેટોળાં ઉમટયા હતા અને ઘટનાને પગલે સ્થાનિકોએ કાર ચાલકને પકડી કર્યો પોલીસ હવાલે. કાર ચાલક આબુરોડનો ઈશ્વર પાટીલ હોવાનું આવ્યું સામે.

આ પણ વાંચો : Surat News : Banaskantha News : વાવ-થરાદના જમડા ગામે દારુને લઇ મોટો નિર્ણય, દારુનું વેચાણ કરનાર અને પીધેલા ઝડપાશે તો સરપંચ બનશે પોલીસના ફરિયાદી


  • Follow us on: