ગુજરાત સહિત દેશભરમાં આજે ૨૦૨૬ના વર્ષની આજે પહેલી રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજયમાં પણ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક સુનિતા અગવાલ તેમ જ જસ્ટિસ એ.વાય.કોગજેના માર્ગદર્શન હેઠળ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજયભરની વિવિધ કોર્ટોમાં રાષ્ટ્રીય તાકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.


દાંપત્યજીવનને લગતી તકરારોનો પણ નિકાલ કરાયો

જેમાં દિવાની દાવા, મોટર અકસ્માત, ચેક રિટર્ન, લગ્નજીવનની તકરાર, વળતર, ટ્રાફિક ઈ ચલણ સહિતના આશરે ૬,૬૭,૮૫૮ કેસો સમાધાન માટે મૂકાયા હતા, જે પૈકી ૫,૭૭,૫૭૯ કેસોનો સુખદ નિકાલ કરી આશરે રૂ.૩૨૦૯.૮૦ કરોડના એવોર્ડ કરવામાં આવ્યા હતા. રાજયમાં યોજાયેલી લોક અન્નાલાતોમાં પ્રિ-લીટીગેશન 8,21,2028 કેસોમાં રૂ.૧૧૬.૭૮ કરોડના એવોર્ડ થયા હતા. તો, ઈ-ચલણના કુલ ૬,૪૮,૩૭૫ કેસો પૂર્ણ થયેથી તે પેટે રૂ.૫૦.૪૮ કરોડની રકમ વસૂલી શકાઈ હતી. આ સિવાય રાજયની અદાલતોમાં પેન્ડીંગ દાંપત્યજીવનને લગતી ૩૪૪૦ તકરારોનો પણ લોક અદાલતના માધ્યમથી નિકાલ કરાયો હતો.

દસ વર્ષ જૂના 764 થી વધુ કેસોમાં પણ સુખદ નીવેડો આવ્યો હતો

દરમ્યાન થી કાંટા ફોજદારી કોર્ટ ખાતે આજે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ ઇલેશ જે.વોરા, ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ એસ.જે.પંચાલ અને ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટના સચિવ કૈલાશ પાચોડેના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોક અદાલતમાં કુલ રૂ.૨૦૩ કરોડથી વધુ રકમના રૂ.૧,૧૭,૦૫૭ કેસોનો નિકાલ કરાયો હતો. આ સિવાય પ્રિ-લીટીગેશન્સના ૨,૫૮,૭૯૨ કેસોનો નિકાલ કરી કુલ ૩,૭૫,૮૪૯ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

એક જ દિવસમાં ચેક રિટર્નના 25 હજારથી વધુ કેસનો નિકાલ

ઘી કાંટા ફોજદારી કોર્ટમાં એક જ દિવસમાં ચેક રિટર્નના ૨૫ હજારથી વધુ કેસોનો નિકાલ કરી નવો રેકોર્ડ સ્થપાયો હતો. આ જ પ્રકારે પ્રિ લીટીગેશન્સના ૨.૫૮ લાખથી વધુ કેસોના નિકાલમાં ઇ-ચલણના ૧,૯૨,૦૦૦થી વધુ કેસોનો નિકાલ થયો હતો.

ભદ્ર કોર્ટમાં બે કેસમાં એક કરોડથી વધુનું વળતર ચૂકવાયું

ભદ્ર સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની રાષ્ટ્રીય લોક અદાલતમાં વાહન અકસ્માતના બે કેસોમા એક કરોડથી પણ વધુનું વળતર પીડિત પરિવારોને ચૂકવાયું હતું. તો અન્ય એક કેસમાં રૂ.૬૦ લાખ જેટલું માતબર વળતર ચુકવાયું હતું. સીટીસિવિલ કોર્ટની લોક અદાલતમાં કુલ રૂ.૨૨૫ કરોડથી વધુની રકમના કેસોનો નિકાલ કરાયો હતો.


આ પણ વાંચો : પોલીસ પંચાત : નોકરી સુરત ગ્રામ્યમાં અને મેચના બંદોબસ્તનું કાર્ડ પહેરી અમદાવાદમાં ફર્યા મનુલાલ, કયા PI એ બારોબાર વહિવટદાર રાખી લીધો ?


  • Follow us on: