પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આગામી 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત સમગ્ર વહીવટી તંત્ર આ પર્વને સફળ બનાવવા માટે કાર્યરત છે. આ પર્વ એ માત્ર ધાર્મિક મહોત્સવ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિના અતૂટ વિશ્વાસ અને આત્મગૌરવનું પ્રતીક પૂરવાર થશે.વડાપ્રધાન મોદી 11 જાન્યુઆરીના રોજ ભગવાન સોમનાથના દર્શન કરીને આ પર્વમાં સહભાગી થશે.
આજે ભાજપના 800 કાર્યકરો સોમનાથ જશે
સોમનાથ ખાતેના પર્વમાં ભાજપના કાર્યકર્તાઓને પણ મહાદેવના દર્શન કરાવાશે. આજે ટ્રેન દ્વારા 800 જેટલા કાર્યકરો સોમનાથ જશે. આ ટ્રેનને શહેરના સાંસદ અને મેયર લીલીઝંડી આપશે. સોમનાથમાં વડાપ્રધાન મોદી એક ભવ્ય રોડ-શો કરશે અને શૌર્ય યાત્રામાં જોડાશે તથા એક વિશાળ જનસભાને સંબોધન કરી દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે. આ પર્વને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું કે, 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે.સળંગ 72 કલાક સુધી અખંડ ઓમકાર નાદનો જાપ કરાશે.ઓમકાર નાદમાં ભારતના પ્રમુખ તીર્થો પણ તેમાં જોડાશે.













