અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે એક ગમગીન ઘટના બની છે, જ્યાં બાવળા-મટોડા વચ્ચેની રેલવે લાઇન પર એક અજાણ્યા યુવકે આપઘાત કરી લીધો છે. આ ઘટના બાવળા બુટ ભવાની નગર પાછળ પસાર થતી રેલવે લાઇન પર, બાવળા બ્રિજ અને સિગ્નલ વચ્ચે પોલ નંબર 45/2 પાસે બની હતી. યુવકે આત્મહત્યા કરતાં સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
બાવળા બ્રિજ અને સિગ્નલ વચ્ચેનો બનાવ
બનાવની જાણ થતાં જ રેલવે સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની માહિતી મળતા પોલીસે પણ સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસે મૃતક યુવકની ઓળખ સ્થાપિત કરવાની અને તેના આપઘાતના કારણો જાણવાની કાર્યવાહી શરૂ કરી છે.













