Ahmedabad News: અમદાવાદમાં હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આજે AMC દ્વારા વધુ 13 હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. જેમાં ખોખરા, મણિનગર અને ઈન્દ્રપુરી વોર્ડની હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા BU અને દસ્તાવેજને લઇને દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રદૂષણ મામલે 25 બાંધકામ સાઇટ પર તપાસ કરવામાં આવી છે. જેમાં 7 બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ ન હોવાથી AMC દ્વારા કડક કાર્યવાહી કરવાાં આવી છે. 7 બાંધકામ સાઇટ પાસેથી પાલિકાએ 1.45 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
ગ્રીન નેટ ન બાંધેલી હોવાના કારણે 1.45 લાખ રૂપિયાનો દંડ
અમદાવાદ મહાનગરપાલિકાએ વધુ 13 હોસ્પિટલ સીલ કરી છે. આ સાથે 7 બાંધકામ સાઈટ સામે પણ દંડાત્મક પગલા લેવામાં આવ્યા છે. આ કાર્યવાહી પ્રદૂષણને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. આ સાઈટની તપાસ કરતા ગ્રીન નેટ ન બાંધેલી હોવાના કારણે 1.45 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે 13 હોસ્પિટલ સીલ કરવામાં આવી છે, તેમની પાસે BU અને અન્ય જરૂરી દસ્તાવેજનો અભાવ હતો, જે કારણે મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.













