અમદાવાદમાં સરકારના જાહેરનામા બાદ પોલીસની મોટી કાર્યવાહી સામે આી છે, અમદાવાદના એરપોર્ટ પોલીસે ગોગો પેપર, રોલીંગ પેપર, પરફેક્ટ રોલનો જથ્થો કબ્જે કર્યો છે. એરપોર્ટ પોલીસે 72 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને સમરથનગર અને હાંસોલના મકાનમાં કરી રેડ, રેડ દરમિયાન પ્રતિબંધિત જથ્થો કર્યો કબ્જે અને એરપોર્ટ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અલગ અલગ પ્રકારના નશાયુક્ત માદક પદાર્થોના સેવન માટે રોલિંગ પેપરનો ઉપયોગ થાય છે
ગાંજો સહિતના નશાકારક દ્રવ્યોને તમાકુ સાથે મિક્ષ કરીને ‘ગોગો’ના નામથી જાણિતા રોલિંગ પેપરમાં વિટીને યુવાનોમાં સ્મોકિંગનું ચલણ વધ્યુ છે. જે જીવલેણ છે. જેના પગલે ગૃહ વિભાગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩(૨) અને (૩) હેઠળ મળેલી સત્તાની રૂએ આ પ્રકારના સ્મોકિંગ કોન, રોલિંગ પેપરના સંગ્રહ, વેચાણ અને હેરાફેરી ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકવાનો આદેશ કર્યો છે. યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના નશાયુક્ત માદક પદાર્થોના સેવન માટે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ
જેમાં ટાઈટેનિયમ ઓક્સાઈડ, પોટેશિયમ નાઈટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. આવી ચીજ વસ્તુઓ પાન પાર્લર, ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં છુટથી વેચાણ થાય છે. જેના ઉપર ગૃહ વિભાગે પ્રતિબંધ મુકવા જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. રાજ્યના ગૃહ વિભાગે કેટલાક યુવાઓ દ્વારા કરવામાં આવતા નશાને રોકવા માટે એક મહત્વપૂર્ણ અને તાત્કાલિક નિર્ણય લીધો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૬૩(૨) અને ૧૬૩(૩) હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. જેનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (BNS) ની કલમ ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ પણ વાંચો : Railway News : ગાંધીનગરના કલોલ રેલવે સ્ટેશન પર આ 4 ટ્રેનને મળ્યું સ્ટોપેજ, ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરે કલોલ સ્ટેશન પર ચાર ટ્રેનોના સ્ટોપેજનું શુભારંભ કર્યો