ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન રદ કરવાનો નિર્ણય બદલવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓ ભવનમાં આઈકાર્ડ સાથે પ્રવેશ કરી શકશે. જ્યારે અન્ય ભવનોમા પ્રવેશ પર નો એન્ટ્રી રહેશે. હોબાળો કરનારા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ નહીં થાય. અગાઉ યુનિવર્સિટી દ્વારા હોબાળો કરનારા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી દીધા હતાં.


NSUIના કાર્યકર્તા સામે પ્રવેશ બંધી કરી હતી

યુનિવર્સિટીએ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના કાર્યકર્તા સામે પ્રવેશ બંધી કરી હતી. જે અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કાર્યકરોએ આરએસએસના કાર્યક્રમમાં હોબાળો મચાવ્યો હતો. બાબાસાહેબ આંબેડકર અને ગાંધીજીનું અપમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરદાર પટેલ અને વીર સાવરકરનું પણ અપમાન કરાયું હતું.


આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં અનસ ગ્રુપ અને ભાગીદારોને ત્યાં ED ત્રાટકી, કરોડોના દાગીના અને રોકડ જપ્ત


  • Follow us on: