અમદાવાદમાં ફરી કોર્પોરેશને મેગા ડિમોલિશન હાથધર્યુ છે જેમાં 15થી વધુ JCB, ડમ્પર સહિતની મશીનરીથી કામગીરી કરવામાં આવી રહી છે, 500થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે અને 50 કરતા વધુ વર્ષથી ગેરકાયદે દબાણ કરેલા હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે, સમગ્ર ઘટનામાં પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે છે.
અમદાવાદના ઈસનપુર તળાવમાં મેગા ડિમોલિશન
અમદાવાદમાં ચંડોળા બાદ વધુ એક તળાવ પર ગેરકાયદેસર કબ્જા મામલે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, ઇસનપુર તળાવ પર બંધાયેલા 918 જેટલા પાકા મકાનો દૂર કરવાની કામગીરી કરાઈ છે અને 15થી વધુ JCB અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટેન્ડ બાય કરાઈ છે, ચંડોળા તળાવમાં જેમ લોકો મકાન બાંધીને રહેતા હતા તેવી રીતે ઈસનપુરના આ તળાવમાં પણ 1000થી વધુ લોકો રહેતા હોવાની વાત સામે આવી છે, જેને લઈ આજે વહેલી સવારથી કોર્પોરેશન દબાણ દૂર કરવા માટે પહોંચી હતી.
AMCએ ડિમોલિશન માટે અલગ અલગ 8 ટીમ બનાવી
અમદાવાદ મ્યુ.કોર્પોરેશનને આ બાબતે જાણ હતી અને પ્લાનિંગ કર્યા બાદ ડિમોલિશનની કામગીરી હાથધરી હતી, AMCના ચાર ઝોનની એસ્ટેટની ટીમ કામે લાગી છે અને અગાઉ પણ આ મકાનધારકોને નોટિસ આપવામાં આવી હતી પણ મકાન ખાલી કરતા ન હતા અને તળાવની જમીન પર મકાન બાંધી દીધા હતા.
ચંડોળા તળાવમાં EWS સ્કીમ હેઠળ બનાવાશે મકાન
ચંડોળા તળાવને ઝુંપડપટ્ટી મુક્ત કરવા માટે ઝુંપડાવાસીઓને EWS મકાનો ફાળવવા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાયેલા ઠરાવમાં ૧-૧૨-૨૦૧૦ અગાઉ ચંડોળા તળાવ વિસ્તારમાં રહેનારાઓને જ આ યોજનાનો લાભ મળશે તેવી મહત્વની જોગવાઈ પણ કરવામાં આવી છે. તાજેતરનાં વર્ષોમાં ચંડોળાનાં કિનારે ઝુંપડા બનાવીને રહેતાં હશે તેમને આવાસ મળશે નહિ અને તેમને ત્યાંથી ખસેડવામાં આવશે. આ ઠરાવ મંજૂર કરીને તે અંગે રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવશે. ડ્રોન મારફતે સર્વે કરાવો છે અને ચંડોળા તળાવ અને તળાવની ફરતે આશરે ૨.૫૦ લાખ ચો.મી. જમીનમાં દબાણો હોવાનું જોવા મળ્યું હતુ.









