મહેસાણાના છઠીયાડા ગામે એક યુવક પર હુમલાની ઘટના બની છે જેમાં ત્રણ લોકોએ પાઇપ વડે હુમલો કરતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે અને પ્રેમ પ્રકરણમાં હુમલો કર્યો હોવાનું કારણ સામે આવ્યું છે, સમગ્ર ઘટનાને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, માથાના ભાગે પાઇપ મારતા યુવકને થઈ ગંભીર ઇજાઓ અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મહેસાણાના છઠીયાડા ગામે યુવક પર હુમલો
મહેસાણના છઠીયાડા ગામે યુવક પર હુમલો કરવામાં આવ્યો છે જેને લઈ પોલીસ પણ દોડતી થઈ છે, યુવક ઉભો હતો અને 3 લોકો પાઈપો સાથે ત્યાં પહોંચે છે અને તેને માર મારે છે અને માથાના ભાગે પાઈપ પણ મારે છે, યુવકને છોડવવા અન્ય લોકો પણ વચ્ચે પડે છે તેમ છત્તા હુમલાખોરો માર મારતા જ રહ્યા અને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, યુવકના નિવેદનના આધારે પોલીસે ફરિયાદ નોંધી છે અને હુમલાખોરોને શોધવા માટે ટીમ બનાવી છે.













