અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ લોકો દ્વારા એરપોર્ટ નજીક આવેલી બહુમાળીય બિલ્ડિંગ ખાલી કરાવવાની માંગ કરવામાં આવી હતી. એરપોર્ટ નજીક આવેલી ઊંચી બિલ્ડિંગના કારણે અકસ્માતનું જોખમ રહે છે. આવામાં અમદાવાદ પ્લેન દુર્ઘટનાના ઘણા મહિનાઓ બાદ હવે એરપોર્ટ ઓથોરિટી તંત્ર ઊંઘમાંથી જાગ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા 13 ઊંચી બિલ્ડિંગ તોડી પાડવા માટે સૂચના આપવામાં આવી છે.


13 બિલ્ડિંગોને તોડી પાડવામાં આવશે

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. એરપોર્ટ આસપાસની ઊંચી બિલ્ડિંગો તોડી પાડવા માટે સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જેમાં 13 બિલ્ડિંગોને તોડી પાડવામાં આવશે. ઊંચાઈના નિયમના ઉલ્લંઘન સામે AAI-DGCA દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

અકસ્માતનું જોખમ

આ માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા AMC, AUDA સહિતને સૂચના આપવામાં આવી છે. આ ઊંચી બિલ્ડિંગના કારણે ટેકઓફ, લેન્ડિંગ અને વિઝિબિલિટીમાં સમસ્યાના કારણે અકસ્માતનું જોખમ રહે છે. જે કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે AMC ,AUDA અને સ્થાનિક સત્તાને સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: