અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરી ઝડપાઈ છે અને અબુ ધાબીથી આવેલા મુસાફર પાસેથી 21.89 લાખનું સોનું ઝડપાયું છે, સોનાની કેપ્સ્યુલ બનાવી શરીરમાં છુપાવી લાવ્યો હતો મુસાફર અને એર અરેબિયાની ફ્લાઈટમાં આવેલા મુસાફર પાસેથી 135.200 ગ્રામ સોનું ઝડપાયું છે.
3 ગોલ્ડ કેપ્સ્યુલ પેટમાં છુપાવી લાવ્યો હતો મુસાફર
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપાઈ છે અને મુસાફર પેટમાં ગોલ્ડ કેપ્સ્યુલ છુપાવીને લાવ્યો હતો અને કસ્ટમ વિભાગ દ્વારા તપાસ કરાતા ભાંડો ફૂટયો હતો, હાલમાં મુસાફરની અટકાયત કરવામાં આવી છે, અને તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ એરપોર્ટ પરથી અવાર-નવાર ઝડપાય છે સોનું.













