ટ્રેન નંબર 09023 અને 09024 માટે બુકિંગ તા. 21 ફેબ્રુઆરી 2026 (શનિવાર)થી તમામ મુસાફર આરક્ષણ કેન્દ્રો તેમજ આઈઆરસીટીસીની આધિકારિક વેબસાઈટ પર શરૂ થઈ છે. મુસાફરો ટ્રેનના સંચાલન સમય, ઠેરાવ તથા સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈ માહિતી મેળવી શકે છે.

ટ્રેન સંચાલન વિગતો

01-બાંદ્રા ટર્મિનસથી પાલીતાણા જતી બાંદ્રા–પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09023) તા. 27 ફેબ્રુઆરી 2026 (શુક્રવાર)ના રોજ બાંદ્રા ટર્મિનસથી રાત્રે 21.45 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે 12.00 વાગ્યે પાલીતાણા પહોંચશે.

02-તે જ રીતે પરત ફરતી પાલીતાણા–બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09024) તા. 01 માર્ચ 2026 (રવિવાર)ના રોજ પાલીતાણાથી રાત્રે 20.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે 12.00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

03-આ ટ્રેન બંને દિશામાં સિહોર (ગુજરાત), સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, વાપી તથા બોરીવલી સ્ટેશનો પર રોકાશે. યાત્રિયોની સુવિધા માટે ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ તેમજ જનરલ સેકન્ડ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે.


આ પણ વાંચો : Railway News : આવતીકાલથી જૂનાગઢ–ચલાલા વચ્ચે દૈનિક સ્પેશિયલ ટ્રેન દોડશે, જાણો કયા સ્ટેશને ઉભી રહેશે ટ્રેન