યાત્રિયોની સુવિધા તથા તેમની માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે મંડળના મીટરગેજ સેક્શનમાં વિશેષ ભાડા પર જૂનાગઢ અને ચલાલા સ્ટેશનો વચ્ચે 23 ફેબ્રુઆરી, 2026 (સોમવાર)થી દૈનિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે મુસાફરી દરમિયાન ઉપલબ્ધ સુવિધાઓનો લાભ લઈ સુરક્ષિત અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરે.
જૂનાગઢથી ચલાલા જતી દૈનિક મીટરગેજ સ્પેશિયલ ટ્રેન
જૂનાગઢથી ચલાલા જતી દૈનિક મીટરગેજ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી સવારે 10:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને બપોરે 14:10 વાગ્યે ચલાલા સ્ટેશન પહોંચશે. વાપસીમાં ચલાલાથી જૂનાગઢ જતી દૈનિક મીટરગેજ સ્પેશિયલ ટ્રેન ચલાલાથી બપોરે 14:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને સાંજે 17:35 વાગ્યે જૂનાગઢ સ્ટેશન પહોંચશે.આ ટ્રેન માર્ગમાં તોરણિયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર અને ધારી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં સામાન્ય શ્રેણી (જનરલ) કોચોની કાયમી વધારો કરાયો
યાત્રિયોની સુવિધા તેમજ રેલવે બોર્ડના દિશા-નિર્દેશોને અનુરૂપ દરેક મેલ/એક્સપ્રેસ ટ્રેનમાં ઓછામાં ઓછા 04 સામાન્ય શ્રેણીના કોચ ઉપલબ્ધ કરાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી પસાર થતી ટ્રેનોની સંરચનામાં સામાન્ય શ્રેણીના કોચોમાં કાયમી વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
સુધારેલ કોચ સંરચનાનો વિગતવાર ઉલ્લેખ નીચે મુજબ છે
1.ટ્રેન નં. 12905/12906 પોરબંદર–શાલીમાર–પોરબંદર એક્સપ્રેસમાં સુધારેલ સંરચના મુજબ જનરલ કોચોની સંખ્યા 3 થી વધારીને 4 કરવામાં આવશે. આ કોચો પોરબંદરથી 29 એપ્રિલ 2026થી તથા શાલીમારથી 01 મે 2026થી અમલમાં આવશે.
2.ટ્રેન નં. 20968/20967 પોરબંદર–સિકંદરાબાદ–પોરબંદર એક્સપ્રેસની ટ્રેન સંરચનામાં ફેરફાર કરીને સામાન્ય શ્રેણીના કોચોની સંખ્યા 3 થી વધારીને 4 કરવામાં આવશે. આ કોચો પોરબંદરથી 28 એપ્રિલ 2026થી તથા સિકંદરાબાદથી 29 એપ્રિલ 2026થી અમલમાં આવશે.
3.ટ્રેન નં. 12949/12950 પોરબંદર–સાંતરાગાછી–પોરબંદર એક્સપ્રેસમાં સુધારેલ સંરચના મુજબ સામાન્ય શ્રેણીના કોચોની સંખ્યા 2 થી વધારીને 4 કરવામાં આવશે. આ કોચો પોરબંદરથી 01 મે 2026થી તથા સાંતરાગાછીથી 03 મે 2026થી અમલમાં આવશે.
આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદનું ચંડોળા તળાવ બનશે મીની કાંકરિયા, 36 કરોડના ખર્ચે પ્રથમ ફેઝ પૂર્ણ થવાના આરે