તળાવમાં ગેઝેબો અને વોક-વેનું કામ ચાલુ છે અને તળાવમાં 19 કુવા બનાવ્યા છે, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે આકર્ષકનું કેન્દ્ર અને તળાવમાં લેક પાસે ઓપન જિમ બનશે અને અપ્પર પ્રોમેનાડ અને જંગલ થીમ ઝોન તૈયાર કરાયું છે.
ચંડોળા તળાવમાં EWS સ્કીમ હેઠળ બનાવાશે મકાન
ચંડોળા તળાવને ઝુંપડપટ્ટી મુક્ત કરવા માટે ઝુંપડાવાસીઓને EWS મકાનો ફાળવવા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાયેલા ઠરાવમાં ૧-૧૨-૨૦૧૦ અગાઉ ચંડોળા તળાવ વિસ્તારમાં રહેનારાઓને જ આ યોજનાનો લાભ મળશે તેવી મહત્વની જોગવાઈ પણ કરવામાં આવી છે. તાજેતરનાં વર્ષોમાં ચંડોળાનાં કિનારે ઝુંપડા બનાવીને રહેતાં હશે તેમને આવાસ મળશે નહિ અને તેમને ત્યાંથી ખસેડવામાં આવશે. આ ઠરાવ મંજૂર કરીને તે અંગે રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવશે. ડ્રોન મારફતે સર્વે કરાવો છે અને ચંડોળા તળાવ અને તળાવની ફરતે આશરે ૨.૫૦ લાખ ચો.મી. જમીનમાં દબાણો હોવાનું જોવા મળ્યું હતુ.
પહેલા ફેઝમાં ચંડોળા તળાવને 27.53 કરોડના ખર્ચેડેવલપમેન્ટ કરવામાં આવશે
ચંડોળા તળાવનો આધુનિક રીતે વિકાસ કરવામાં આવશે જેથી લોકો અહીં હરવા ફરવા માટે આવી શકે અને તેમાંથી પણ આવક મેળવી શકાય. અમદાવાદ મનપા દ્વારા દાણીલીમડામાં ચંડોળા તળાવ 27.53 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે. ચંડોળા તળાવની ફરતે ડ્રેનેજ લાઈન, વોક વે, બીઆરટીએસ રોડ ઉપર ડેવલપમેન્ટ એરિયામાં અપર પ્રોમીનાડ અને લોઅર પ્રોમીનાડ, એમ્પીથીયેટર, જંગલ જીમ, ખંભાતી કુવા, પાર્ટીપ્લોટ બ્રાઇડ રૂમ, ગ્રુમ રૂમ, ઇવેન્ટ માટે શેડ, સુએજ પંપીંગ સ્ટેશન વગેરે બનાવીને તળાવની રોકન વધારવામાં આવશે. આ સાથે સાથે તળાવની ફરતે આખી દિવાલ પણ ઊભી કરવામાં આવશે.
ચંડોળા તળાવમાંથી 1.50 ચો.મી. જમીનમાંથી દબાણો હટાવાયા છે
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ચંડોળા તળાવમાં પુરાણ કરીને ફાર્મહાઉસ અને ઝુંપડા વગેરે બનાવી બાંગ્લાદેશીઓને આશરો આપનારા લલ્લા બિહારીનાં ગેરકાયદે દબાણો નેસ્તનાબૂદ કરી નાખ્યા બાદ હવે બાકીનાં ગેરકાયદે ઝૂંપડા દૂર કરી તળાવને દબાણમુક્ત બનાવવા માટે બીજા તબક્કાની કાર્યવાહી અંતર્ગત ઝુંપડાવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે EWS હેઠળ બનતાં મકાનો ફાળવવાનો નિર્ણય લેવાયો છે. રૂ. ૩ લાખની આવક ધરાવતા ઝૂંપડાવાસીઓને શહેરના સાતેય ઝોનમાં EWS હેઠળ બની રહેલા મકાનામાં વિકલ્પ અધાશે. DYMC રિધેશ રાવલે જણાવ્યું હતું કે, ચંડોળાને ઝુંપડામુક્ત કરવા માટે AMC અને કલેક્ટર કચેરી દ્વારા ડીમાર્કેશનની કામગીરી હાથ ધરાઈ છે.ચંડોળા તળાવમાંથી ૧.૫૦ ચો.મી. જમીનમાંથી દબાણો હટાવાયા છે.
આ પણ વાંચો : Rajkot News : રાજકોટ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી, મોટા ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ત્યાં પોલીસે કર્યુ સર્ચ ઓપરેશન