આ પુનર્વિકાસ પ્રોજેક્ટ હેઠળ સ્ટેશન પર ટ્રેકો ઉપર વિશાળ હાઈ-રૂફ અને કોન્કોર્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સ્ટેશનને આધુનિક સ્વરૂપ મળશે તેમજ મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાશે.
28 મીટર લાંબા ટ્રસનું અવલોકન કર્યું અધિકારીઓએ
તારીખ 15.02.2026ના રોજ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે સ્ટેશન પર ઝડપી ગતિએ ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યોનું વિગતવાર નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે પ્લેટફોર્મ સંખ્યા 4/5 અને 2/3 ઉપર હાઈ-રૂફ નિર્માણ માટે લોન્ચ કરવામાં આવેલા 28 મીટર લાંબા ટ્રસનું અવલોકન કર્યું નિર્માણાધીન હાઈ-રૂફનું પ્લેટફોર્મ સંખ્યા 4 થી 7 વચ્ચે ટ્રસ લોન્ચિંગનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે બાકીનો ભાગમાં કાર્ય પ્રગતિ પર છે. જે પ્લેટફોર્મ સંખ્યા 7 થી પ્લેટફોર્મ સંખ્યા 1 સુધી તેમજ આગમન ફૂટઓવર બ્રિજથી સર્ક્યુલેટિંગ વિસ્તાર સુધી વિસ્તારિત થશે.
છત પ્લેટફોર્મથી અંદાજે 65 ફૂટની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવી રહી છે
કોન્કોર્સ ક્ષેત્રમાં વિશાળ પ્રતીક્ષાલય (વેટિંગ હોલ) અને ફૂડ પ્લાઝા જેવી આધુનિક સુવિધાઓ પણ હશે, જેના દ્વારા મુસાફરોને વધુ સારો આરામ અને ભોજનની સુવિધા પ્રાપ્ત થશે. કોન્કોર્સનું ક્ષેત્રફળ અંદાજે 110×36 વર્ગમીટર હશે. જ્યારે હાઈ-રૂફનું માપ 122×171 મીટર તથા 88×110 મીટર રહેશે, જેનાથી કુલ અંદાજે 30,542 વર્ગમીટર ક્ષેત્ર ટ્રેકો ની ઉપર કવર હશે. આ છત પ્લેટફોર્મથી અંદાજે 65 ફૂટની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવી રહી છે.
આધુનિક સુવિધાઓ દ્વારા મુસાફરોની અવરજવર સરળ બનશે
આ જ ક્રમમાં 28×4.25×3.25 મીટર કદ અને અંદાજે 26 ટન વજન ધરાવતી એક વિશાળ ટ્રસને 65 ફૂટની ઊંચાઈએ 810 ટન ક્ષમતા ધરાવતી ક્રેનની મદદથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી. કાર્યસ્થળની પડકારજનક પરિસ્થિતિઓ હોવા છતાં આ કાર્ય 8 કલાકના મેગા બ્લોક દરમિયાન સુરક્ષિત અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. સ્ટેશન પુનર્વિકાસ યોજના હેઠળ મુસાફરોની સુગમતા માટે 20 લિફ્ટ, 20 એસ્કેલેટર તેમજ 20 સીડીઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ આધુનિક સુવિધાઓ દ્વારા મુસાફરોની અવરજવર સરળ બનશે અને સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપનમાં પણ મદદ મળશે.
આ પણ વાંચો : Kutch News : કચ્છના ભુજમાં બે બાઈક વચ્ચે અકસ્માતમાં 3ના મોત, સામ-સામે બાઈક અથડાતા બની ઘટના