મુસાફરોને ફ્લાઇટના નિયત સમય કરતા વહેલા પહોંચવા સૂચના આપવામાં આવી છે અને ફ્લાઈટમાં બેસતા પહેલાં પણ મુસાફરોનું ચેકિંગ થશે અને હેન્ડ લગેજ અને લગેજનું બે વખત ચેકિંગ કરાશે જેમાં મુસાફરોની બેગ સ્કેન અને રેન્ડમ તપાસ કરાશે. ચેક-ઈન કાઉન્ટર 60 મિનિટ પહેલા બંધ થશે અને બોર્ડિગ ગેટ ફલાઈટ 25 મિનિટ પહેલા બંધ થશે તેવી વાત સામે આવી છે.
દરેક એરલાઈન્સે મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી
મુસાફરોની સુરક્ષા માટે અને 26 જાન્યુઆરીને લઈ દરેક એરલાઈન્સે એડવાઈઝરી જાહેર કરી હોવાની વાત સામે આવી છે, વધારાની તપાસને લઈ થોડો સમય લાગી શકે છે એટેલે મુસાફરોએ ઘરેથી પણ વહેલું નિકળવું પડશે, ચેક-ઇન કાઉન્ટર ફ્લાઇટના 60 મિનિટ પહેલાં બંધ થશે અને બોર્ડિંગ ગેટ ફ્લાઇટની 25 મિનિટ પહેલાં બંધ થશે. મુસાફરોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની ચેક-ઇન બેગ સિવાય ફક્ત 7 કિલો વજનની એક જ હેન્ડબેગ સાથે રાખે.
અમદાવાદ એરપોર્ટે ટેકનિકલ, ઓપરેશનલ તૈયારીઓ કરી
શિયાળાની ઋતુમાં ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીને કારણે ફ્લાઇટ્સમાં થતા વિક્ષેપને રોકવા માટે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે. એરપોર્ટ પ્રશાસને મુસાફરોની સુવિધા અને સુરક્ષિત મુસાફરી માટે અત્યાધુનિક ટેકનિકલ અને ઓપરેશનલ તૈયારીઓ પૂર્ણ કરી છે.









