કાંકરિયા તળાવ ફરતે આ વર્ષે પણ યોજાયેલા કાર્નિવલમાં શનિવારના કારણે મોડી સાંજ સુધી અભૂતપૂર્વ ધસારો રહેતાં સુરક્ષાના કારણોસર તમામ સાત ગેટ બંધ કરી દેવાનો તાકીદના ધોરણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ નિર્ણય લીધો હતો. આના કારણે અનેક લોકોએ પાછા જવું પડયું હતું.


વધુ મુલાકાતીઓ આવી પહોંચતા કાંકરિયાનો ગેટ કરાયો હતો બંધ

પરંતુ બીજી તરફ, કોઈ અનિચ્છનીય ઘટના પણ નિવારી શકાઈ હોવાનો સંતોષ મેળવાયો હતો. સત્તાવાર જણાવ્યા મુજબ, દર વર્ષે આ વર્ષે પણ કાર્નિવલ દરમિયાન સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે વ્યાપક અને વ્યવસ્થિત આયોજન જળવાય તે માટે સતત પ્રયાસો થતા રહ્યા છે. જેના ભાગરૂપે અને જાહેર સલામતીના પરિપ્રેક્ષ્યમાં જ્યારે મોટી સંખ્યામાં અને ક્ષમતા કરતાં પણ વધુ સંખ્યામાં મુલાકાતીઓ આવી પહોંચતા ગેટ બંધ કરી નિયંત્રણ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દર વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાય છે અમદાવાદમાં કાર્નિવલ

શનિવારની ભારે ભીડને પગલે ક્રાઉડ મેનેજમેન્ટના ભાગરૂપે કાંકરિયા કાર્નિવલના તમામ સાત ગેટ અસ્થાયી રીતે બંધ કરાયા હતા, અમદાવાદ શહેરમાં યોજાઈ રહેલા કાંકરિયા કાર્નિવલમાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો અને મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. દર વર્ષે જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલ દરમિયાન સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ તથા ક્રાઉડ મેનેજમેન્ટ માટે વ્યાપક અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે, કાર્નિવલના ત્રીજા દિવસે જાહેરમાં ભારે ઘસારો અને ભીડનો દબાણ વધતા, નાગરિકોની સલામતી અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર કાંકરિયા તળાવ ખાતે યોજાતા કાંકરિયા કાર્નિવલના તમામ સાતેય પ્રવેશદ્વારો (ગેટ) એન્ટ્રી માટે અસ્થાયી રીતે બંધ કરવાની ફરજ પડી હતી.



  • Follow us on: