
Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા

Dec 28, 2025 10:42 pm
અમદાવાદના બારેજડીમાં યુવકની હત્યા
અમદાવાદના બારેજડીમાં યુવકની હત્યા, યુવકને છરીના ઘા મારી હત્યા નીપજાવી, રૂપિયાની લેતીદેતીમાં સામાન્ય બોલાચાલી બાદ હત્યા મા છરી મારતા મોત થયુ, વિવેકાનંદ નગર પોલીસે હત્યા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી,પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરી હતી.
Dec 28, 2025 10:34 pm
તસ્કરો શિયાળાની કકડતી ઠંડીનો લાભ ઉઠાવી ગયા
વલસાડના અબ્રામા વિસ્તારમાં તસ્કરોએ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતા એક બંધ મકાનમાં હાથફેરો કર્યો છે. શિયાળાની કકડતી ઠંડીનો લાભ ઉઠાવી તસ્કરો સોનાના દાગીના અને પાર્કિંગમાં મુકેલી મોટરસાયકલ સહિત કુલ ₹1.41 લાખ થી વધુની મત્તા ચોરી કરી પલાયન થઈ ગયા છે.
Dec 28, 2025 10:18 pm
નવસારીમાં થર્ટી ફર્સ્ટ પહેલી પોલીસ એક્શનમાં
નવસારીમાં થર્ટી ફર્સ્ટ પહેલી પોલીસ એક્શનમાં, જિલ્લાના તમામ પ્રવેશદ્વાર પર પોલીસે કર્યું ચેકિંગ, બ્રેથ એનેલાઇઝરથી વાહનચાલકોનું ચેકિંગ કરાયું, ડ્રિંક એન્ડ ડ્રાઇવ, દારૂની હેરાફેરી અટકાવવા તપાસ.
Dec 28, 2025 09:39 pm
અમદાવાદમાં ફાર્મા કંપનીમાં છેતરપિંડી
અમદાવાદમાં ફાર્મા કંપનીમાં મોટી છેતરપિંડી, કંપનીના 3 કર્મીઓએ 24 લાખની છેતરપિંડી આચરી, ખરીદીના બહાને 24 લાખની છેતરપિંડી કરી, ક્રાઈમ બ્રાંચમાં 3 કર્મીઓ સામે ફરિયાદ નોંધાઈ, ઓનલાઇન જાહેરાતના આધારે રાખેલા સ્ટાફની છેતરપિંડી.
Dec 28, 2025 09:38 pm
સાબરમતીમાં PCR વાન પર હુમલો
અમદાવાદના સાબરમતીમાં PCR વાન પર હુમલો, લાકડાનો ફટકો મારી યુવકે PCR વાનનો કાચ તોડ્યો, જાહેરમાં ન્યુસન્સ ફેલાવતો હતો યુવક, મંદિરમાં રહેલુ ધારીયુ મુકાવી દેતા લોકોને આપી ધમકી, યુવકે લોકોને મારી નાખવાની આપી ધમકી, યુવકને રોકવા જતા યુવકે PCR વાનનો કાચ તોડ્યો, સાબરમતી પોલીસે યુવકની ધરપકડ કરી.
Dec 28, 2025 09:38 pm
અમદાવાદમાં પતિએ પત્નીના મોર્ફ કરેલા ફોટો અપલોડ કર્યા
અમદાવાદમાં પતિએ પત્નીના મોર્ફ કરેલા ફોટો અપલોડ કર્યા, ફેક આઈડી બનાવી પત્નિના મોર્ફ કરેલા ફોટા અપલોડ કર્યા. મનમેળ ન હોવાથી પત્નિએ છૂટાછેડા માટે અરજી કરી હતી, મોર્ફ કરેલા કરેલા ફોટા મુકી બદનામ કર્યાની પત્નિની ફરિયાદ. ખોખરા પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી.
Dec 28, 2025 09:37 pm
અમદાવાદ સિવિલમાં માતા બાળકને છોડી ફરાર
અમદાવાદ સિવિલમાં માતા બાળકને છોડી ફરાર, 5 દિવસના બાળકને નર્સરીમાં મૂકી ફરાર થઈ માતા, રાજસ્થાનની મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો, શાહિબાગ પોલીસે ફરાર માતાની શોધખોળ શરૂ કરી.
Dec 28, 2025 08:41 pm
કડીમાં પતંગની દોરીથી યુવકને ગંભીર ઈજા
મહેસાણાના કડીમાં પતંગની દોરીથી યુવકને ગંભીર ઈજા પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે. નાની કડીથી દુધઈ વચ્ચે ઘાતક દોરીથી બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. બાઈક ચાલકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાઈક ચાલકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેને હોઠના ભાગે 10 ટાંકા આવ્યા હતાં.
Dec 28, 2025 08:27 pm
સાપુતારાના તળેટી વિસ્તારમાં 2 દીપડા દેખાયા
સાપુતારાના તળેટી વિસ્તારમાં બે દિપડા દેખાયા છે. આંબાના ઝાડ પર દીપડાનો વીડિયો વાયરલ થયો છે. ગોટીયામાળમાં દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. વીડિયો વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યો છે.દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું
Dec 28, 2025 08:11 pm
મંત્રી કૌશિક વેકરિયાએ પાટીદાર સમાજને અપીલ કરી
લેઉઆ પટેલ સમાજના આયોજિત કાર્યક્રમમાં મંત્રી કૌશિક વેકરિયાએ સમાજના યુવાનો અને વાલીઓને સંબોધન કરતા જણાવ્યું કે આજનો યુગ ટેકનોલોજીનો છે, પરંતુ મોબાઇલ અને સોશિયલ મીડિયામાં ખોવાતા બાળકો સંસ્કારોથી દૂર ન થઈ જાય તેની ચિંતા જરૂરી છે. સંતાનો સોશિયલ મીડિયામાં શું કરે છે, કોના સંપર્કમાં છે અને કઈ દિશામાં આગળ વધી રહ્યા છે તેની જવાબદારી માત્ર માતા-પિતાની નહીં પરંતુ સમગ્ર સમાજની છે. તેમણે ભણતરની સાથે ગણતર, શિસ્ત અને વડીલો પ્રત્યેના આદર પર ખાસ ભાર મૂક્યો હતો સોશિયલ મીડિયાથી દૂર રહી પરિશ્રમ અને સંયમ અપનાવવાની અપીલ કરી હતી.
Dec 28, 2025 07:18 pm
ભાવનગરના આડોડીયા વાસમાં દેશી દારૂ સામે તવાઈ
ભાવનગરના આડોડિયા વાસમાં દેશી દારૂ સામે તવાઈ બોલાવાઈ છે. પોલીસે દરોડા પાડીને દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. 1500 લીટર દેશી દારૂનો આથો સ્થળ પર જ નાશ કરાયો છે. 10 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો પણ જપ્ત કરાયો છે.
Dec 28, 2025 07:00 pm
અમીરગઢ અને દાંતામાં જાતિના દાખલા મુદ્દે MLAને અપીલ
બનાસકાંઠાના અમીરગઢ અને દાંતામાં જાતિના દાખલા મુદ્દે ધારાસભ્યને અપીલ કરી છે. પાલનપુરથી ગાંધીનગર સુધી જવા અપીલ કરાઈ છે. જાતિના દાખલાને લઈને આદિવાસી લોકો હેરાન થઈ રહ્યાં છે. સરકાર આદિવાસીઓને ન્યાય આપે તેવી માગ કરાઈ છે. ન્યાય નહીં મળે તો ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
Dec 28, 2025 06:46 pm
અમદાવાદના સંસ્કારધામમાં નમોત્સવનું આયોજન
અમદાવાદના સંસ્કારધામમાં નમો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમ વડાપ્રધાન મોદીના મહત્વના નિર્ણયો અને તેમના બાળપણથી લઈને વડાપ્રધાન સુધીની સફર રજૂ કરવામાં આવી હતી.
Dec 28, 2025 06:22 pm
અસામાજિક તત્વોને લઇને નાયબ મુખ્યમંત્રીનું નિવેદન
અસામાજિક તત્વોને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુંડાઓ આજે સીધા ચાલી નથી શકતા તેવા કરી દીધા છે. ગુંડાઓ નાગરિકોના વ્યાજના નામે ડાયરીઓ લઈને બેઠા છે. આવા એક એક ગુંડાઓનો હિસાબ કરવામાં આવશે.
Dec 28, 2025 06:11 pm
DyCM હર્ષ સંઘવીએ પાટીદાર સમાજને કરી અપીલ
અમદાવાદમાં સૌરાષ્ટ્ર લેઉઆ પાટીદાર સમાજના સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પાટીદાર સમાજને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મુકનારનું ફંડ લેતા નહીં. સંસ્થામાં આવા લોકો દ્વારા અપાતુ ફંડ નહીં લેવાનો નિર્ણય કરો. આ ઉપરાંત તેમને સ્ટેજ પર પણ ના બેસાડો. વૃદ્ધાશ્રમને તાળા કેવી રીતે લાગે તેના પર ધ્યાન આપો.
Dec 28, 2025 06:00 pm
વાંચો 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
2. Amit Shah Gujarat visit: ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગણેશજીની મૂર્તિનું અનાવરણ કરાયું
4. Ahmedabad : અમિત શાહના હસ્તે 330 કરોડના વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ કરાયુ
5. Smriti Mandhana પાસે એક ખાસ ક્લબમાં જોડાવાની તક, મહિલા ક્રિકેટમાં આવું કરનારી બનશે ચોથી ખેલાડી
6. Sports : પાકિસ્તાની ખેલાડીએ ભારતીય જર્સી પહેરીને લહેરાવ્યો તિરંગો, મચી બબાલ
7. Ahmedabadના ખોખરામાં પોલીસની હાજરીમાં લુખ્ખાઓએ મચાવ્યો આતંક
8. Business News : શેરબજારમાં મંદીનો માહોલ, SBIને લાગ્યો મોટો ઝટકો
9. Gujarat : ભાજપમાં એક નેતા એક હોદ્દાના નિયમનો છેદ ઉડ્યો, સંગઠનમાં MLA અને MPને સ્થાન મળ્યું
10. World : ટ્રમ્પે પાકિસ્તાનને બુલેટ ટ્રેન એન્જિનની ઓફર કરી, મૂકી ત્રણ શરતો
Dec 28, 2025 05:46 pm
UPના રાજ્યપાલ આનંદીબેન પટેલે થોળમાં પક્ષીઓનું નિરીક્ષણ કરી પક્ષીવિદ સાથે કરી ચર્ચા
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી હતી. રાજ્યપાલે થોળ અભયારણ્યના વિસ્તારમાં પક્ષી દર્શન કર્યું હતું અને વન વિભાગ અને સ્થાનિક પક્ષીવિદો પાસેથી અભયારણ્યમાં આવતા પક્ષીઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી.
Dec 28, 2025 05:33 pm
જુનગાઢમાં ગૌવંશની હત્યામાં 3 આરોપીઓ ઝડપાયા
જૂનાગઢમાં ગૌવંશની હત્યામાં ત્રણ આરોપીઓ ઝડપાયા હતાં. અયાન મકરાણી, હનીફ પીરૂ, મકસુદ મકરાણીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરી છે. ખડીયા નજીક ગૌવંશની હત્યા કરતા લોકોમાં રોષ ફેલાયો છે.પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
Dec 28, 2025 04:56 pm
અમિત શાહના હસ્તે 330 કરોડના વિવિધ વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.330 કરોડના વિવિધ વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ,ઈ-લોકાર્પણ, ગણેશજીની મૂર્તિનું અનાવરણ તેમજ નવી વણઝર ગામના પુનર્વસિત રહેવાસીઓને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
Dec 28, 2025 04:30 pm
થરાદના દેવપુરામાં નર્મદા કેનાલમાં યુવકની શોધખોળ
થરાદના દેવપુરામાં નર્મદા કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ યુવકે નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવ્યું હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરાઈ છે. કેનાલથી નજીક યુવકના ચંપલ મળી આવ્યા છે. વાવના દેથળી ગામના યુવકે ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં શોધખોળ હાથ ધરાઈ છે.
Dec 28, 2025 04:21 pm
જુનાગઢ જિલ્લા AAP પ્રમુખ સહિત 3 સામે ફરિયાદ
જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ કરાઈ છે. વિસાવદરમાં મગફળી ખરીદી કેન્દ્ર પર ધમાલ કરવા અંગે ફરિયાદ નોંધાઈ છે. મગફળી તોલવા બાબતે શ્રમિકને માર મારવામાં આવ્યો હતો. હરેશ સાવલિયા સહિત ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
Dec 28, 2025 04:09 pm
ચોટીલા હાઈવે પર ગેરકાયદે દબાણ તોડી પડાયા
ચોટીલા હાઈવે પર ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. શિવલહેરી હોટેલ તેમજ બંગલો તોડવાની કામગીરી શરૂ કરાઈ છે. પ્રાંત અધિકારીની હાજરીમાં દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે.
Dec 28, 2025 03:46 pm
અમદાવાદના ખોખરામાં મારામારી કરનાર ઝડપાયા
પોલીસે આરોપી મોન્ટુ કોષ્ટી, રાહુલ કોષ્ટીને ઝડપ્યા, અન્ય 2 આરોપીઓને ઝડપવાની તજવીજ હાથ ધરી, ખોખરામાં પોલીસની હાજરીમાં કરી હતી મારામારી, સિગારેટના પૈસા માગતા વેપારી પરિવાર પર હુમલો, પથ્થરમારો કરતા આસપાસના લોકો ઈજાગ્રસ્ત, થોડા સમય પહેલા આરોપીઓ જેલમાંથી છૂટયા હતા, પોલીસ PCR વાન સામે લુખ્ખાઓએ આતંક મચાવ્યો.
Dec 28, 2025 03:33 pm
સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નમાં મોટા સમાચાર
દેવાંગ ગોહેલના કાયદા પ્રમાણે 21 વર્ષ પૂરા થયા નથી, દેવાંગના 21 વર્ષ પૂરા ન થયા હોવાના પુરાવા મળ્યા, પુરાવામાં સિંગર આરતી સાંગાણીની ઉંમર 22 વર્ષ, બન્નેએ લિવ ઇન રિલેશનનો કરાર કર્યાનું સામે આવ્યું, લગ્ન વગર સિંદૂર અને મંગલસૂત્ર પહેરીને લગ્નનો દાવો, સોશિયલ મીડિયા પર આરતી સાંગાણી કરે છે દાવો, લિવ ઇન રિલેશન કરાર કર્યાના સામે આવ્યા પુરાવા.
Dec 28, 2025 03:30 pm
ગુજરાત પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત
નવા માળખામાં વલસાડ જિલ્લાને મળ્યા 2 સ્થાન, ધરમપુર MLA અરવિંદ પટેલને ઉપપ્રમુખની જવાબદારી, વલસાડ નપાના પૂર્વ પ્રમુખ સોનલ સોલંકીને મંત્રી બનાવ્યા, વલસાડ જિલ્લામાં ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીની લહેર.
Dec 28, 2025 03:20 pm
સુરતના સચિનમાં અપહરણ કરનાર આરોપી 23 વર્ષે ઝડપાયો
ખંડણી માટે અઢી વર્ષના બાળકનું અપહરણ કર્યુ હતુ, ક્રાઇમ બ્રાન્ચે ક્રિષ્ણા કેવટને તમિલનાડુથી ઝડપી પાડ્યો, ફરીયાદીના પુત્રનું સાગરીતો સાથે મળી અપહરણ કર્યુ હતુ, અપહરણ કરી આરોપીઓએ 5 લાખની માગ કરી હતી, અગાઉ પોલીસે આરોપીઓને બિહારથી ઝડપ્યા હતા.
Dec 28, 2025 03:12 pm
અમદાવાદના ગુજરી બજારમાં બકરા મંડી બંધની માગ
પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પત્ર લખીને કરી માગ, પોલીસ કમિશનર અને મ્યુનિ કમિશનરને પત્ર લખ્યો, બકરા મંડી ભૂતકાળમાં ક્યારેય હતી નહીં : ભૂષણ ભટ્ટ, 1 મહિનાથી જાહેર રોડ પર બકરાનું વેચાણ: ભૂષણ ભટ્ટ, જાહેર માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ: ભૂષણ ભટ્ટ, ‘ટ્રાફિક સમસ્યા નિવારવા બકરા મંડી અટકાવવી જરૂરી’.
Dec 28, 2025 03:00 pm
બોટાદમાં ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત
મિલેટ્રી રોડ પર પીકઅપ વાન પલટતા અકસ્માત, અકસ્માતમાં 2ના મોત, અન્ય 23 લોકો ઈજાગ્રસ્ત, પીકઅપ વાનમાં એક કુંટુંબના 25 લોકો હતા સવાર, હરણકુઈ વિસ્તારના લોકો બહાર ગામ જતા હતા, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.
Dec 28, 2025 02:50 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
02 - Vadodara News : વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વેશ પલટો કરી ચેન સ્નેચિંગના આરોપીને UPથી ઝડપ્યો
04 - Amreli News : અમરેલીના ધારીમાં કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં બાળકીનું મોત, હાઈવે પર બની ઘટના
05 - પોલીસ પંચાત : પોલીસ કર્મીઓની હાજરીમાં ગુગલની એન્ટ્રી ! ગુલ્લી મારી એટલે ગયા
06 - India : ભારતીય રેલવેની આગામી 5 વર્ષમાં મહત્ત્વાકાંક્ષી યોજના, જાણો
07 - Team Indiaના ડ્રેસિંગ રૂમમાં ડરનો માહોલ? ગૌતમ ગંભીરના હેડ કોચ બન્યા ત્યારથી ખેલાડીઓમાં...!
08 - World : શું દુનિયા ડૂબી જશે? 2026ને લઈને વધુ એક ભવિષ્યવાણી
09 - Sports : વિમેન્સ T20I લીગમાં હેરિસે ન્યુઝીલેન્ડ સામે કર્યો કમાલ,17 બોલમાં ફટકારી અડધી સદી
10 - Nepal: બાલેન શાહ બન્યા નેપાળના વડાપ્રધાન પદના ઉમેદવાર, સામાન્ય ચૂંટણી માટે RSP સાથે સમજૂતી
Dec 28, 2025 02:47 pm
નવા સંગઠનની જાહેરાત બાદ મળશે પ્રથમ બેઠક
આવતીકાલે કમલમમાં બેઠકનું કરાયું આયોજન, પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં યોજાશે બેઠક, નવ નિયુક્ત તમામ પદાધિકારીઓ સાથે બેઠક થશે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચર્ચા થશે.
Dec 28, 2025 02:39 pm
છોટાઉદેપુરના કદવાલ તાલુકામાં સગીરાની હત્યા
ઘરની બાજુમાં ખેતરમાંથી સગીરાનો મૃતદેહ મળ્યો, ખેતરમાંથી સગીરાનો મૃતદેહ મળી આવતા ચકચાર, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો, પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.
Dec 28, 2025 02:29 pm
અમદાવાદમાં પોલીસની હાજરીમાં જ મહિલાઓ સાથે મારામારી
ખોખરામાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર ના રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, પહેલા દુકાનેથી સિગરેટ લીધી અને ત્યારબાદ રૂપિયા ન આપી દાદાગીરી કરી અને પથ્થરમારો કર્યો હોવાની વાત સામે આવી છે, પોલીસે આ મામલે આરોપીઓ સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ નહીતર આવા આરોપીઓ પોલીસનો ડર રાખ્યા વિના બિંદાસ ફરશે અને લોકોનું જીવવું હરામ કરી નાખશે.
Dec 28, 2025 02:28 pm
ખોખરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો
અમદાવાદના ખોખરામાં અસામાજિક તત્વોએ ગામ જાણે માથે લીધુ હોય એમ દાદાગીરી કરીને પથ્થરમારો કર્યો હતો, મોન્ટુ કોષ્ટી અને રાહુલ નામના શખ્સે આતંક મચાવ્યો હતો અને પોલીસની PCR વાન સામે લુખ્ખાઓએ આતંક મચાવ્યો હોવાની વાત સામે આવી છે, બન્ને આરોપી વિરુદ્ધ અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે અને ખોખરા પોલીસે વધુ એક ગુનો નોંધ્યો છે, આરોપીઓને જાહેરમાં લાવી માંફી મંગાવવામાં આવે તેવી માગ સ્થાનિકોની છે.
Dec 28, 2025 02:28 pm
અમદાવાદના ખોખરમાં અસામાજિક તત્વોએ જાહેરમાં મહિલાઓ સાથે કરી મારામારી, પોલીસની સામે ગામ માથે લીધું
અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને પોલીસની હાજરીમાં મહિલાઓ સાથે મારામારી કરી છે આરોપીઓએ, તો પોલીસે આ રીઢા ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવ્યો છે. અમદાવાદના ખોખરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે અને સિગારેટના પૈસા માગતા વેપારી પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે, તો લુખ્ખાઓએ પથ્થરમારો કરતા આસપાસના લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને થોડા સમય પહેલા જ આરોપીઓ જેલમાંથી છૂટયા હોવાની વાત સામે આવી છે.
Dec 28, 2025 02:23 pm
નવનિયુક્ત IMA નેશનલ પ્રેસિડેન્ટ અનિલ નાયકનું નિવેદન
‘દર્દીઓને સસ્તી અને હેલ્દી સારવાર મળે તેવું કાર્ય કરાશે’, ‘ગૃહમંત્રીએ વાત કરી તે પ્રમાણે સક્રિયતાથી કામ કરાશે’, આઓ ગાંવ ચલે પ્રોજેક્ટ પર કાર્ય કરીશું : અનિલ નાયક, ‘મહિલાઓને કેન્સરથી દૂર રહે તે માટે અભિયાન ચલાવીશું’, ‘તમામ પ્રકારની વેક્સિન પર GST દૂર કરે તેવી અપીલ કરી’, ‘દવાનો કોર્સ પૂરો ના કરે તે માટે દેશમાં 2 લાખ જેટલા મોત’, ડોકટરો ચિંતા અને ભય વગર સારવાર કરશે: અનિલ નાયક.
Dec 28, 2025 02:09 pm
ડીસામાં સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
ઠાકોર સમાજને અંધશ્રદ્ધાથી દૂર રહેવા કરી અપીલ, ‘અરવિંદ ભુવાજીના ઘરે જનાર ઠાકોર ટીમને અભિનંદન’, અંધશ્રધ્ધા સામે મે સમાજ માટે ચિંતા કરી: ગેનીબેન, ‘જેની દુકાનો બંધ થવાની હોય તેમને ચિંતા થવા લાગી’, ‘ગેનીબેન સમાજ માટે લડે છે તેનું ઉપરાણુ આખા સમાજે લીધુ’.
Dec 28, 2025 01:57 pm
મહારાષ્ટ્રમાં ચોરી કરી અને ગુજરાત પોલીસે ઝડપી પાડયા
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આ તમામ મુદ્દામાલ મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લાના અકલુજ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો છે, જે અંગે અકલુજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. હાલ પકડાયેલા ત્રણેય આરોપીઓને સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ રીતે સાપુતારા પોલીસે આંતરરાજ્ય ગુનાખોરી પર મોટો પ્રહાર કરી ફરી એક વખત પોતાની સતર્કતા અને કાર્યક્ષમતાનો દાખલો આપ્યો છે.
Dec 28, 2025 01:57 pm
સાપુતારા પોલીસે 20 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત
આ દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આવતી એક સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કારને અટકાવવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન શંકાસ્પદ પ્રવૃત્તિ જણાતાં તપાસ કરવામાં આવી, જેમાં ઘરફોડ ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો, રોકડ રકમ અને કિંમતી સામાન મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને ઝડપી લીધા, જ્યારે બે આરોપીઓ ફરાર થતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી તથા કારની તપાસ દરમિયાન કુલ રૂપિયા 5 લાખથી વધુની રોકડ રકમ, ચાંદીના દાગીના, મોબાઇલ ફોન, ઘરફોડમાં ઉપયોગી લોખંડની કોશ, માસ્ક અને અન્ય સાધનો સહિત અંદાજે રૂપિયા 20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
Dec 28, 2025 01:57 pm
સાપુતારા પોલીસે આંતરરાજય ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી, રોકડ અને મુદ્દામાલ કર્યો જપ્ત
ડાંગ જિલ્લાના સાપુતારા વિસ્તારમાં સાપુતારા પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરનાર ગેંગને સાપુતારા પોલીસે ઘરફોડમાં ચોરી કરેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ (સુરત રેન્જ), પોલીસ અધિક્ષક પૂજા યાદવ (ડાંગ-આહવા) તથા નાયબ પોલીસ અધિક્ષક જયદીપસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. ગોંડલીયા તથા તેમની ટીમ દ્વારા આગામી 31મી ડિસેમ્બર અન્વયે પ્રોહિબિશન અને ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
Dec 28, 2025 01:38 pm
ઉપલેટામાં ખોદકામ બાદ કામ અધૂરુ છોડતા હાલાકી
સેફ્ટી બેરિકેડ વગર આડેધડ ખોદકામ કરાયું, નપા કોન્ટ્રાક્ટરોએ કામ અધૂરુ છોડતા હાલાકી, પાણીની લાઇન તૂટી જતા રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય, ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રોગચાળાનો ભય, યોગ્ય બુરાણ ન કરાયું હોવાની સ્થાનિકોની ફરિયાદ, કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી સ્થાનિકોને ભારે હાલાકી.
Dec 28, 2025 01:26 pm
અંકલેશ્વરની પાનોલી GIDCમાં આગ
સલફર મિલ કંપનીમાં આગ લાગતા દોડધામ, આગને પગલે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા, ફાયર ટીમના આગને કાબૂમાં લેવા પ્રયાસ.
Dec 28, 2025 01:13 pm
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે RSSના કર્યા વખાણ
દિગ્વિજયસિંહના નિવેદન પર શશી થરુરની પ્રતિક્રિયા, આપણો 140 વર્ષનો ઇતિહાસ છેઃ થરુર, ઇતિહાસમાંથી ઘણું શીખી શકીએ છીએઃ થરુર, ‘આપણે આપણી જાત પાસેથી પણ ઘણુ શીખી શકીએ’, શિસ્ત મહત્વપૂર્ણ છે, ભલે ગમે તે પક્ષના હોયઃ થરુર.
Dec 28, 2025 01:11 pm
સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્નનો વિવાદ વકર્યો
પાટીદાર બાદ હવે વાલ્મિકી સમાજ મેદાને, રાજકોટના ગોંડલ વાલ્મિકી સમાજે દેવાંગને ટેકો આપ્યો, સમાજ આગેવાન ઉમંગ વાઘેલાનું નિવેદન, પટેલ સમાજ પોતાની જગ્યાએ સાચો છે :આગેવાન, દીકરીની ચિંતા દરેક માતા-પિતાને હોય:આગેવાન.
Dec 28, 2025 01:04 pm
સુરેન્દ્રનગરના લીંબડીમાં ST વર્કશોપનું મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું, રૂ. 6.11 કરોડના ખર્ચે એસટી વર્ક શોપ બનાવાશે
સુરેન્દ્રનગરના લીંબડી એસટી ડેપો ખાતે અંદાજે 6.11 કરોડના ખર્ચે નવા બનનારા એસટી વર્કશોપનું મંત્રી દર્શનાબેન વાઘેલાએ ખાતમુહૂર્ત કર્યું, હતુ, આ નવુ વર્કશોપ બનતા હવે રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર બ્રેકડાઉન થતી એસટી બસોને સ્થળ પર જ રીપેરીંગ સુવિધા ઉપલબ્ધ થશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાના અભિગમ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આધુનિક એસ.ટી. ડેપો-વર્કશોપનું નિર્માણ કરવામાં આવનાર છે. રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી વિશેષ સહાય અંતર્ગત તૈયાર થનાર આ પ્રોજેક્ટનો ખાતમુહૂર્ત સમારોહ આજે સવારે ૧૦:૩૦ કલાકે લીંબડી ડેપોના પટાંગણમાં યોજાયો હતો.
Dec 28, 2025 01:00 pm
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ડોક્ટરને સલાહ
‘દર્દીને જે સલાહ આપો છો તે તમે પણ પાલન કરો’, ‘ડોક્ટરને ફીટ રહેવા માટે કોઇ કાયદાની જરૂર નથી’, ‘સિગારેટ ના પીવો, અન્ય વ્યસન પણ ન કરો’, ‘વ્યસન નહી કરો તો સ્વાસ્થ્ય સારુ રહેશે, ઉંમર પણ વધશે’.
Dec 28, 2025 12:59 pm
IMAને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ટકોર
IMAના રોલને લઇ અમિત શાહે કરી ગંભીર ટકોર, ‘IMAનો રોલ ડોક્ટરોના પ્રશ્નો જ ઉઠાવવાનો નથી’, ‘ડોક્ટરોની માગોને સરકારને પહોંચાડવાનો જ રોલ નથી’, ‘આરોગ્ય વ્યવસ્થા અભેદ બને તેની જવાબદારી IMAની છે’
Dec 28, 2025 12:40 pm
1148 મહુધા વિધાનસભામાં મંત્રીએ કરી સમીક્ષા
આમ, મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોગ્ય પગલા લઈ કોઈ પણ સાચા મતદારો નવી મતદાર યાદીમાંથી બાકાત ના રહી જાય તે સુનિશ્ચિત કરવા રાજ્યમંત્રીએ સૂચના આપી હતી. આ પ્રસંગે ૧૧૮ મહુધા વિધાનસભાના ઈ.આર.ઓ અને ડી.સી.એલ.આર એચ.કે.ગઢવી, મતદાર યાદી કામગીરી સાથે સંકળાયેલા નાયબ મામલતદાર, સુપરવાઇઝર્સ, સ્થાનિક બીએલઓ ઉપસ્થિત રહ્યા હતા.
Dec 28, 2025 12:39 pm
ફોર્મ 06 ભરી મતદારયાદીમાં સામેલ કરવા અધિકારીને આપી સૂચના
રાજ્યમંત્રીએ 'નો મેપિંગ' થયેલા મતદારો પાસેથી તેમના માતા-પિતા કે દાદા-દાદીના ચૂંટણી કાર્ડ અથવા આધારકાર્ડના પુરાવા લઈ આ મતદારોને નવી મતદાર યાદીમાં સમાવિષ્ટ કરવા જરૂરી કામગીરી કરવા જણાવ્યું હતું. સાથે જ નવા મતદારો કે જેમની ઉંમર ૧૮ વર્ષની થઈ હોય તેઓની શાળાના રજીસ્ટરમાંથી યાદી મેળવી તેઓનું ફોર્મ ૦૬ ભરી આ મતદારોને નવી મતદારયાદીમાં દાખલ કરવાની પ્રક્રિયા કરવા જણાવ્યું હતું.
Dec 28, 2025 12:38 pm
રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ ખેડાના કમળા ખાતે SIR પ્રક્રીયા હેઠળ ચાલતી કામગીરીની સમીક્ષા કરી
મતદાર યાદી સઘન સુધારણા (SIR) હેઠળ તા. ૨૭, ૨૮ ડિસેમ્બર અને ૦૩ તથા ૦૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સ્થાનિક મતદાન મથકો પર બી.એલ.ઓ. દ્વારા સવારે ૧૦ વાગ્યા થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાર યાદી સુધારણા અંગે કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં, ફોર્મ ૦૬, ૦૭ અને ૦૮ ભરી મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા અને અન્ય ફેરફાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ કમળા પે સેન્ટર શાળા ખાતે ચાલતી મતદાર યાદી સુધારણા હેઠળ ચાલતી કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
Dec 28, 2025 12:15 pm
31 ડિસેમ્બરને લઇ અરવલ્લી પોલીસ એક્શનમાં
ગુજરાત-રાજસ્થાનને જોડતી 10 ચેકપોસ્ટ પર ચેકિંગ, શામળાજીની રતનપુર બોર્ડર પર વાહન ચેકિંગ, 48 નાકા પોઈન્ટ ઊભા કરી રાઉન્ડ ધ ક્લોક તપાસ, 4 DYSP,19 PSI સહિત 761 પોલીસ કાફલો તૈનાત, બ્રેથ એનેલાયઝરથી ડ્રિંક ડ્રાઇવ મામલે પોલીસની તપાસ, CCTV, ડ્રોનની મદદથી સર્વેલન્સની કડક કામગીરી, બુટલેગરોના મનસૂબાને તોડી પાડવા પોલીસનું ચેકિંગ.
Dec 28, 2025 12:11 pm
ભાવનગરના કુંભારવાડામાં સારો RCC રોડ તોડી ફરી બનાવવાની કામગીરીથી સર્જાયો વિવાદ
ભાવનગરના કુંભારવાડામાં મનપાનો અજીબ વહીવટ સામે આવ્યો છે, સારો RCC રોડ તોડી ફરી બનાવવાની કામગીરીથી વિવાદ સર્જાયો છે, મનપા દ્વારા આયોજનના અભાવે પ્રજાના ટેકસના લાખો રૂપિયાનો વેડફાટ કરતા હોવાનો સ્થાનિક લોકો અને વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયો હતો. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી બાનુબેનની વાડીમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં લાખો રૂપિયાના ખર્ચે બનેલો મજબૂત RCC રોડ કોઈ પણ નક્કર કારણ વગર તોડી પાડવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે પ્રજાના ટેક્સના પૈસાનો આંધળો વેડફાટ કરવામાં આવી રહ્યો છે.
Dec 28, 2025 11:52 am
PM મોદીનો મન કી બાત કાર્યક્રમ, મન કી બાતનો આજે 129મો એપિસોડ
મન કી બાતનો આ વર્ષનો આજે છેલ્લો એપિસોડ
2025 રમત - ગમત ક્ષેત્રે પણ યાદગાર રહ્યું:PM
2025માં દેશને અનેક ઉપલબ્ધિઓ મળી: PM
ભારતે દરેક ક્ષેત્રમાં નવી છાપ છોડીઃ PM
રમતની દુનિયામાં દીકરીઓએ પરચમ લહેરાવ્યોઃ PM
ઓપરેશન સિંદૂર દેશનું ગર્વ બન્યું : PM
ઓપરેશન સિંદૂરથી લોકોએ ભારતની તાકાત જોઇઃ PM
દુનિયાએ ભારતના દ્રઢ સંકલ્પને જોયોઃ PM
દેશ નવા સંકલ્પ સાથે આગળ વધવા તૈયારઃ PM
વંદે માતરમ્ અભિયાનમાં લોકોએ ભાગ લીધોઃ PM
વર્ષના અંતમાં અયોધ્યા રામ મંદિરમાં ધ્વજારોહણઃ PM
ભારતના યુવાનોમાં કંઇક નવું કરવાનો જોશઃ PM
વિજ્ઞાન ક્ષેત્રમાં પણ ભારતે ઉપલબ્ધિ પ્રાપ્ત કરીઃ PM
યંગ લીડર ડાયલોગનું આયોજન કરાશેઃ PM
વિવેકાનંદ જ્યંતી પર યંગ લીડર ડાયલોગનું આયોજનઃ PM
દુનિયા ભારતને એક આશા સાથે જોઇ રહી છેઃ PM
નવા વર્ષમાં નવા સંકલ્પો સાથે આગળ વધીશું : PM
ફિઝીમાં તમિલ દિવસ પણ ઉજવાયોઃ PM
સ્વદેશીને લઇ દેશવાસીઓમાં ઉત્સાહઃ PM
તમિલ ભાષાના પ્રચાર માટે કામ ચાલુઃ PM
ભારતીય ટીમે એશિયા કપ જીત્યોઃ PM
ભારતમાં ચિત્તાની સંખ્યા વધીને 30 થઇઃ PM
એન્ટિબાયોટિક દવા પોતાની મરજી ન લેશોઃ PM
ડોક્ટરોની સલાહ લઇને જ દવા લેવીઃ PM
ઘણી બિમારીઓમાં એન્ટિબાયોટિક નબળી સાબિત થઇઃ PM
ડૉક્ટરની સલાહ વગર દવા ઘાતક બની શકેઃ PM
Dec 28, 2025 11:51 am
આરોપીને ઝડપવા ક્રાઈમ બ્રાન્ચની ટીમે પ્રતાપુર ટોલનાકા ખાતે કર્મચારીનો કર્યો હતો વેશ પલટો
કુખ્યાત આંતરરાષ્ટ્રીય બાવરીયા ગેંગના સાગરીત મેજરસિંગ જોગાસિંગ સિંગને ઝડપી પાડી પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે, તપાસમાં શહેરના ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો છે અને ગુનામાં ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથધરી છે. બીજી તરફ વડોદરા શહેરમાં વધતા વાહન ચોરીના કેસ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચ ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. નવાયાર્ડ અને ગોરવા વિસ્તારમાં રાત્રિ સમયે પાર્ક કરેલી એક્ટિવા સ્કૂટરોની ચોરી કરીને તેને ગિરવી મૂકતા રીઢા આરોપી આરિફ સાબીર અલાઉદ્દીન દિવાન (ઉંમર 29 વર્ષ, રહેવાસી સાઇનાથનગર, નર્મદા કેનાલની બાજુ, કરોડીયા રોડ)ને ઝડપ્યો છે. આરોપીની પાસેથી કુલ 6 એક્ટિવા સ્કૂટર જપ્ત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Dec 28, 2025 11:51 am
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુખ્યાત આંતર રાજ્ય બાવરિયા ગેંગના સાગરીતને યુપીથી દબોચ્યો
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કુખ્યાત આંતર રાજય બાવરિયા ગેંગના સાગરીતને યુપીથી દબોચ્યો છે અને ચેન સ્નેચિંગના ઉપરા છાપરી બનાવો બનતા વડોદરા પોલીસ એકટિવ થઈ હતી, તપાસ દરમિયાન આરોપીઓની કડી ઉત્તર પ્રદેશની નીકળી હોવાની વાત સામે આવી છે અને આરોપીઓ કારમાં યુપીથી વડોદરા આવી બાઈક ચોરી કરી ગુનાને આપતા હતા અંજામ, આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉત્તર પ્રદેશ ખાતે થઈ હતી રવાના.
Dec 28, 2025 11:50 am
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વેશ પલટો કરી ચેન સ્નેચિંગના આરોપીને UPથી ઝડપ્યો
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાવરિયા ગેંગના સાગરીતને ઝડપી પાડયો છે, આરોપી આંતરરાજ્ય બાવરિયા ગેંગનો છે અને ઘટનાને અંજામ આપીને up ગયો હોવાની વાત સામે આવી છે, પોલીસે ઉત્તર પ્રદેશ જઈને આરોપી ઝડપી પાડયો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વેશ પલટો કરી આરોપીને ઝડપી પાડ્યો છે અને આરોપી ચેન સ્નેચિંગના અનેક ગુનામાં સંડોવાયેલો હતો, આરોપી ઝડપાઈ જતા 3 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે અને આરોપી ઝડપાયા ત્રણ જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે અને મેજરસિંગ જોગાસિંગને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
Dec 28, 2025 11:42 am
હેમાંગ જોશી બન્યા ભાજપ યુવા મોરચાના પ્રમુખ
સંદેશ ન્યૂઝ સાથે હેમાંગ જોશીની ખાસ વાતચીત, હેમાંગ જોશીએ રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માન્યો, ‘વિકાસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા કામ કરીશુ’, ‘તમામ કાર્યકર્તાઓ સાથે મળી કામ કરતા રહીશુ’, ‘યુવાનો વિકાસની ગતિ સાથે જોડાય તેવો પ્રયાસ રહેશે’, હેમાંગ જોશી વડોદરાથી સાંસદ પણ છે.
Dec 28, 2025 11:32 am
મોરબીમાં ઉછીના રૂપિયા પરત માંગતા યુવાનને ત્રણ શખ્સોની ધમકીએ મરવા મજબૂર કર્યો
મોરબીમાં ઉછીના રૂપિયા પરત માંગતા યુવાનને ત્રણ શખ્સોની ધમકીએ મરવા મજબૂર કર્યો હોવાની વાત સામે આવી છે, યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા પૂર્વ માળીયા યુવા ભાજપ પ્રમુખ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે, પૂર્વ માળીયા યુવા ભાજપ પ્રમુખ હિતેશ દસાડીયા , આશિષ પાડલીયા ,અને કમલેશ ઉર્ફ મહેશ માંડવીયા સામે મોરબી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે, મૃતક વિપુલ વિડજા નામના યુવાને ઉછીના આપેલા 1.26 કરોડ આપ્યા હતા.
Dec 28, 2025 11:32 am
મોરબીમાં ત્રણ લોકોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત, ઉછીના આપેલા રૂ.1.26 કરોડ પરત ન મળતા કર્યો આપઘાત
મોરબીમાં ત્રણ લોકોના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, ઉછીના રૂપિયા પરત માગતા યુવકને ધમકી આપી હોવાથી આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે. મોરબીમાં ત્રણ લોકોના ત્રાસથી યુવકે આપઘાત કર્યો છે અને ઉછીના આપેલા 1.26 કરોડ પરત ન મળતા આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, ઝેરી દવા પી લેતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે અને વિપુલે બે પાનાની સ્યુસાઇડ નોટ લખી આપઘાત કર્યો છે, પૂર્વ માળીયા યુવા ભાજપના પ્રમુખ સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
Dec 28, 2025 11:30 am
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
02 - Amreli News : અમરેલીના ધારીમાં કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં બાળકીનું મોત, હાઈવે પર બની ઘટના
04 - પોલીસ પંચાત : પોલીસ કર્મીઓની હાજરીમાં ગુગલની એન્ટ્રી ! ગુલ્લી મારી એટલે ગયા
06 - Gold Price Today : આ અઠવાડિયે સોના-ચાંદીની કિંમતમાં કેટલો વધારો? જાણો આજના રવિવારના લેટેસ્ટ રેટ
07 - PM Modi Mann ki Baat: ભારતે દરેક ક્ષેત્રે એક મજબૂત છાપ છોડી: PM મોદી
10 - Madhya Pradesh : રમતા રમતા હાથેથી છૂટી ગોળી, નવ વર્ષના બાળકનું મોત
Dec 28, 2025 11:16 am
વડોદરા ક્રાઇમ બ્રાન્ચનું સપાટું: વેશપલ્ટો કરી બાવરિયા ગેંગના રીઢા ગુનેગારને દબોચ્યો
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય બાવરિયા ગેંગના ખતરનાક સાગરીત મેજરસિંગ જોગાસિંગને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે. પોલીસ ટીમે પોતાની ઓળખ છુપાવવા વેશપલ્ટો ધારણ કરીને આ રીઢા આરોપીને દબોચી લીધો હતો, જે લાંબા સમયથી ચેન સ્નેચિંગના અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો. આ ધરપકડ સાથે જ શહેરમાં બનેલી ચેન સ્નેચિંગની ત્રણ જેટલી ઘટનાઓનો ભેદ ઉકેલાયો છે. હાલ પોલીસ દ્વારા આ શખ્સની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેથી ગેંગના અન્ય સાગરીતો અને વધુ ગુનાઓની વિગતો બહાર આવવાની શક્યતા છે.
Dec 28, 2025 11:15 am
ચોટીલા ડુંગર પર સ્પર્ધાનો રોમાંચ: શ્રદ્ધાળુઓ માટે દર્શનના સમયમાં ફેરફાર
સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આગામી 30 ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રમતગમત સ્પર્ધાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે તે દિવસે સવારે 6 થી 10 વાગ્યા સુધી યાત્રિકો માટે ડુંગર પર પ્રવેશ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાતભરમાંથી આવતા ખેલાડીઓ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરી શકે તે માટે આ 4 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે, ત્યારબાદ રાબેતા મુજબ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી શકશે.
Dec 28, 2025 11:15 am
IMA શતાબ્દી મહોત્સવ: સ્વાસ્થ્ય ક્રાંતિનો નવો પથ
ભારતીય ચિકિત્સા સંઘ (IMA) ના 100 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે આયોજિત ઓલ ઈન્ડિયા મેડિકલ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઐતિહાસિક કાર્યક્રમમાં દેશભરના 5000 થી વધુ તબીબો સહભાગી થયા છે, જ્યાં દર્દીઓ સાથેના પ્રત્યક્ષ સંવાદ અને સામાન્ય માનવીને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા જેવા જનહિતના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સમાજમાં જાગૃતિ લાવવા માટે CPR ટ્રેનિંગ, અંગદાન અને રક્તદાન જેવા જીવનરક્ષક વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, જે આગામી સમયમાં દેશના આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવશે.
Dec 28, 2025 10:45 am
ઉત્તરાયણ પહેલા હાઇકોર્ટનો રાજ્ય સરકારને આદેશ
પ્રતિબંધિત વસ્તુઓના અમલ માટે કડક આદેશ આપ્યો છે, ચાઈનીઝ દોરી, તુક્કલ સહિતની વસ્તુઓના વેચાણ પર રોક અને વેચાણ અને સંગ્રહ કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે, સરકારે કરેલી કામગીરીનો અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો છે અને 59 FIR નોંધી 36.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોઃ સરકાર, 'ચાઈનીઝ વસ્તુઓ રાખનાર, વેચનાર સામે કાર્યવાહી કરાઇ અને ઉત્તરાયણ સંબંધિત વસ્તુઓના વેચાણને લઇ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે અને જિલ્લા પોલીસ વડાને ડે-ટુ-ડે રિપોર્ટ કરવા કોર્ટે આપ્યા નિર્દેશ.
Dec 28, 2025 10:44 am
વલસાડમાં પતંગની દોરીથી બાઇક ચાલકનું ગળુ કપાયું, ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
વલસાડમાં પતંગની દોરીથી બાઇકચાલકનું ગળુ કપાયું છે અને લીલાપોર ચીખલા ફાટક નજીક આ ઘટના બની છે, ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. વલસાડના લીલાપોર ચીખલા ફાટક નજીક બાઈક ચાલક જઈ રહ્યો હતો તે દરમિયાન પતંગની દોરી વાગતા બાઈક ચાલકનું ગળુ કપાયું છે અને ગળાના ભાગે ઈજા પહોંચી છે, ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને વલસાડમાં પતંગની દોરીથી ઈજાગ્રસ્તનો પહેલો બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે.
Dec 28, 2025 10:26 am
સુરતમાં ચાલુ વર્ષે શ્વાન કરડવાના 30 હજારથી વધુ કેસ નોંધાયા
સુરતમાં ચાલુ વર્ષ 2025માં કુલ 27886 ડોગ બાઈટના કેસ આવ્યા છે, શહેરમાં સ્વીમેર હોસ્પિટલમાં વર્ષ 2024માં કુલ 7013 ડોગ બાઈટના કેસ આવ્યા હતા અને હાલ ચાલુ વર્ષ 2025માં કુલ 6067માં ડોગ બાઈટના કેસ આવ્યા છે. અહીં પેહલા હડકવા અને ધનુરનું ઇન્જેક્શન બાળકોને આપવામાં આવે છે અને ત્યારબાદ ફરી બે વખત હડકવાની રસી આપવામાં આવે છે.
Dec 28, 2025 10:26 am
સુરતમાં રખડતા શ્વાનનો વધ્યો ત્રાસ, પાંડેસરામાં 5 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કરતા પહોંચી ઈજા
સુરતમાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે અને પાંડેસરામાં 5 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કરતા તેને ઈજા પહોંચી છે, અલગ-અલગ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. સુરતમાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે અને પાંડેસરામાં 5 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો છે, અલગ અલગ વિસ્તારમાં શ્વાને લોકો પર હુમલો કર્યો છે, તો બાળકીને ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડાઈ છે, સુરત સિવિલમાં રોજના 100થી 120 કેસ ડોગ બાઇટના સામે આવે છે, સુરતમાં શ્વાનને ઝડપવા લોકોની માગ છે.
Dec 28, 2025 10:16 am
અમદાવાદમાં સૌરાષ્ટ્ર લેઉવા પાટીદારનું મહાસંમેલન
લેઉવા પાટીદાર નેતાઓનું કરવામાં આવશે સન્માન, નિકોલના ખોડલધામ મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન, CM ભૂપેન્દ્ર પટેલ, DyCM હર્ષ સંઘવી કાર્યક્રમમાં હાજર, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, જીતુ વાઘાણી હાજર, ભાજપ અધ્યક્ષ જગીદશ પંચાલ, કૌશિક વેકરિયા હાજર.
Dec 28, 2025 10:07 am
કિશ્તવાડ અને ડોડામાં સેનાનું સર્ચ ઓપરેશન
આતંકવાદીઓ વિરુદ્ધ સેનાનું સર્ચ ઓપરેશન, ઊંચા અને બરફવાળા વિસ્તારમાં સેનાનું સર્ચ, ઠંડીમાં આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરે છે.
Dec 28, 2025 10:05 am
અમરેલીમાં અકસ્માતમાં બાળકીનું મોત
અમરેલીના ધારી ખાંભા રોડ ઉપર ખીચા દેવળા વચ્ચે કાર અને પેસેન્જર રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં પાંચ વર્ષની બાળકીનું મોત થયું છે, ધારી પોલીસ દ્રારા અકસ્માતને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદન પણ નોંધ્યા છે અને તપાસ શરૂ કરી છે.
Dec 28, 2025 10:05 am
અમરેલીના ધારીમાં કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં બાળકીનું મોત, હાઈવે પર બની ઘટના
અમરેલીના ધારીમાં કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બની હતી, જેમાં બાળકીનું મોત થયું છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો અને એમ્બયુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. અમરેલીના ધારીમાં અકસ્માતમાં બાળકીનું મોત થયું છે અને ખીચા દેવળા વચ્ચે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો, અકસ્માતમાં 5 વર્ષની બાળકીનું મોત અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડાયા છે, અકસ્માતમાં કાર અને રીક્ષાને નુકસાન પહોંચ્યું છે અને પોલીસે જાણવાજોગ અરજી પણ લીધી છે.
Dec 28, 2025 09:48 am
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
પાટણના હારીજમાં વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે, ધાબાની છત પરથી પતંગ ઉડાડતા 10 વર્ષીય કિશોર નીચે પટકાતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે, બે દિવસે અગાઉ ધાબા પરથી કિશોર નીચે પટકાયો હતો જેની સારવાર પાટણ ચાલતી હતી અને સારવાર દરમિયાન મોત થયું છે, પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Dec 28, 2025 09:47 am
પાટણના હારીજમાં બાળક પતંગ ચગાવતા ધાબા પરથી નીચે પટકાયો, સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં શોકની લાગણી
ઉતરાયણનો પર્વ આવી રહ્યો છે નજીક અને આ પર્વની પહેલા લોકો પતંગ ઉડાવતા હોય છે, ત્યારે હારીજમાં પતંગ ઉડાવતી વખતે એક એવી ઘટના બની છે જેના કારણે એક બાળકનો જીવ ગયો છે. પાટણના હારીજમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં હારીજમાં બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો અને ધાબા પરથી તે નીચે પટકાતા તેનું મોત થયું છે, તો બાળકને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું છે, બાળકની ઉંમર 10 વર્ષ છે અને તેનું નામ નીરજ રાવળ છે.
Dec 28, 2025 09:38 am
અરવલ્લી ગિરિમાળા વિવાદમાં SCની એન્ટ્રી
સ્વતઃ સંજ્ઞાન લઇ કેસ 3 જ્જોની બેન્ચને સોંપ્યો, આવતીકાલે રિટ પિટિશન પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચ કરશે સુનાવણી, SCએ નવી લીઝ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે, યોગ્ય પ્લાન તૈયાર ન થાય ત્યાં સુધી રોક યથાવત.
Dec 28, 2025 09:25 am
મેચ વખતે બાયોમેટ્રિક કાર્ડ અથવા સરકાર માન્ય ફોટો સાથેનું ઓળખપત્ર લઈને જવું પડશે
મેચના પાસ માટે દરેક મેમ્બરે બાયોમેટ્રિક કાર્ડ અથવા સરકાર માન્ય ફોટો સાથેનું ઓળખપત્ર લઈને જવું પડશે. સંજોગો વસાહત કોઈ મેમ્બર પાસ લેવા માટે બીજા કોઈ વ્યક્તિને અધિકૃત કરે તો સંબંધિત અધિકૃત વ્યક્તિએ મેમ્બરની સહીવાળો અધિકૃતતા પત્ર અને ઓળખ પુરાવાની નકલ આપવી પડશે. બે દિવસ દરમિયાન એક અધિકૃત વ્યક્તિને પ્રતિદિન વધુમાં વધુ બે મેમ્બરના પાસ ઈશ્યૂ કરાશે. ઉલ્બેલનીય છે કે, વિતરણ પર આવનાર દિવસમાં શરૂ થશે. બીજી બાજુ ટિકિટો ઓનલાઈન મેળવવા માટે શહેરના ક્રિકેટ રસિયાઓએ અત્યારથી જ હિલચાલ શરૂ કરી દીધી છે.
Dec 28, 2025 09:25 am
BCA સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું હતું કે, મેચની ટિકિટ ફક્ત ઓનલાઈન મળી શકશે
બુક માય શો પર ક્રિકેટ રસિકો મેચની ટિકિટ લઈ શકશે. બીજી તરફ, બીસીએના ૧,૮૦૦ જેટલા મેમ્બર્સને આ મેચ જોવા માટે નિ:શુલ્ક પાસ મળશે. ગોરવાની એલેમ્બિક કંપનીના સંસ્કૃતિ હોલ ખાતે તા.૬ અને ૭ જાન્યુઆરીએ મેમ્બર્સને હૉસ્પિટાલિટી સાથે મેચના બે પાસના વિતરણ માટે ખાસ સુવિધા રાખવામાં આવી છે. BCA દરેક મેમ્બરને મેચના બે પાસ સવારે ૧૦:૩૦થી સાંજે ૫:૩૦ વાગ્યા સુધીમાં મળી શકશે.
Dec 28, 2025 09:25 am
ટિકિટ માટે બીસીએ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ હતી
કોટંબી ખાતે BCA સ્ટેડિયમમાં તા.૧૧મી જાન્યુ.એ રમાનાર ભારત અને ન્યુઝિલેન્ડની ફર્સ્ટ ડે-નાઈટ ODI મેચની ટિકિટ ૧લી જાન્યુઆરીથી ઓનલાઈન ટિકિટિંગ પ્લેટફોર્મ પરથી મળશે. આ અંગે આજે બરોડા કિકેટ ઍસો. દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. બરોડા ક્રિકેટ સ્ટેડિયમના કોટંબી ખાતેના સ્ટેડિયમમાં તા.૧૧મી જાન્યુઆરીએ ભારત અને ન્યુઝિલેન્ડની ડે-નાઈટ મેચ રમાવાની છે. જેની ટિકિટ માટે બીસીએ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ હતી.
Dec 28, 2025 09:24 am
વડોદરામાં રમાશે ભારત-ન્યૂઝીલેન્ડ વન-ડે મેચ, 1 જાન્યુઆરીથી મેચની ટિકિટ મળશે ઓનલાઈન
વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં 11 જાન્યુઆરીએ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાશે અને 1 જાન્યુઆરીથી મેચની ટિકિટનું વેચાણ શરુ થશે અને સ્ટાર ખેલાડીઓને જોવા માટે ફેન્સમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ભારત Vs ન્યુઝીલેન્ડની મેચ ટિકિટનું વેચાણ 1 જાન્યુઆરીથી શરૂ થશે અને બુક માય શો પરથી સવારે 11 વાગ્યેથી ખરીદી શકાશે ટિકિટ, વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ મેચ રમાશે તેવી વાત સામે આવી છે, મેચની ટિકિટ બુકિંગને લઈને BCA દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
Dec 28, 2025 09:12 am
અમદાવાદમાં પોલીસની સરાહનીય કામગીરી
પરિવારથી વિખૂટા પડેલા 52 બાળકોનું પુનઃમિલન, કાંકરિયામાં બાળકો પરિવારથી વિખૂટા પડ્યા હતા, લોકોના કિંમતી સામાનને પણ પોલીસે પરત સોંપ્યો.
Dec 28, 2025 09:11 am
વડોદરામાં રમાશે ભારત-ન્યૂઝીલેન્ડ વન-ડે મેચ
કોટંબી સ્ટેડિયમમાં 11 જાન્યુઆરીએ રમાશે મેચ, 1 જાન્યુઆરીથી મેચની ટિકિટનું વેચાણ શરુ થશે, સ્ટાર ખેલાડીઓને જોવા માટે ફેન્સમાં ઉત્સાહ.
Dec 28, 2025 09:08 am
4 દિવસ અગાઉ અમરોલીમાં લુખ્ખાઓએ કરી હતી બબાલ
અમરોલી વિસ્તારની એક કોલેજ બહાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. ખુલ્લેઆમ દાદાગીરી કરતા અને વિદ્યાર્થીઓ પર રોફ જમાવતા લુખ્ખા બે તત્વોનો વીડિયો વાઇરલ થયા બાદ અમરોલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી. માત્ર એટલું જ નહીં, બન્નેને કાન પકડાવીને માફી મંગાવી હતી.
Dec 28, 2025 09:08 am
અમરોલી વિસ્તારમાં રોકડા રૂપિયા 10 લાખની લૂંટ કરનારો ઝડપાયો
અમરોલી પોલીસે આરોપી હર્ષ દિનેશભાઇ ગોટીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડયો છે, આરોપી રીઢો ગુનેગાર છે અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, ત્યારે અમરોલી પોલીસે લૂંટ કરનાર આરોપીને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે, આરોપીએ લૂંટના રૂપિયા કયા ઉપયોગ કર્યા છે અને અન્ય કોઈ સાથે આવી રીતે લૂંટ કરી છે કે નહી તે દિશામાં તપાસ શરૂ કરી છે, આરોપીએ સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને તેની મોડસ ઓપરેન્ડી શું છે તેને લઈ તપાસ શરૂ કરી છે.
Dec 28, 2025 09:08 am
સુરતના અમરોલીમાં 10 લાખની લૂંટ કરનાર આરોપી ઝડપાયો, ફરિયાદીને USDT ખરીદવાના બહાને બોલાવી કરી હતી લૂંટ
સુરતના અમરોલીમાં 10 લાખની લૂંટ કરનાર આરોપી ઝડપાયો છે, પોલીસે આરોપી હર્ષ ગોટીને અમદાવાદથી ઝડપ્યો છે અને આરોપીએ ત્રણ મહિના પહેલા કરી હતી લૂંટ. સુરતના અમરોલીમાં 10 લાખની લૂંટ કરનારને ઝડપી પાડવામાં આવ્યો છે, ફરિયાદીને USDT ખરીદવાના બહાને બોલાવી લૂંટ કરી હતી અને પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી કરી છે. ત્રણ મહિના પહેલા આરોપીએ ફરીયાદીને USDT ખરીદ કરવા માટે છાપરાભાઠા રોડ ખાતે બોલાવ્યો હતો અને ફરીયાદી તથા સાહેદોને મારમારી રોકડા રૂપિયા 10 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.
Dec 28, 2025 08:39 am
બિહારના મુઝફ્ફરપુરમાં દારુનો જથ્થો ઝડપાયો
એક્સાઇઝ વિભાગની ટીમે જથ્થો ઝડપી પાડ્યો, શર્ટના પાર્સલમાંથી દારૂની 240 બોટલ જપ્ત કરાઇ, શર્ટના પાર્સલમાં દારૂની કરાઇ રહી હતી હેરાફેરી, દિલ્હીથી દારૂ મુઝફ્ફરપુર પાર્સલમાં મોકલાયો હતો, પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી.
Dec 28, 2025 08:27 am
સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં
સિવિલમાં વ્હીલચેર કે સ્ટ્રેચરની વ્યવસ્થા જ નહી, બિમાર પિતાને પુત્ર ખભે ઉંચકીને લઈ ગયો, દર્દી અને તેમના પરિવારને હાલાકી ભોગવવાનો વારો, ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ, હોસ્પિટલમાં દર્દીની યોગ્ય સારવાર ન થઈ, તંત્ર પોતાની ફરજ નિભાવામાં નિષ્ફળ રહ્યું.
Dec 28, 2025 08:11 am
આ સ્પર્ધામાં નિયત સંખ્યામાં સ્પર્ધકો ભાગ લઈ શકશે
તમામ સ્પર્ધકોએ તા.૨૯ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે ચોટીલા તળેટી ખાતે આવેલ ચોટીલા ટ્રસ્ટ નિવાસ ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે. મુખ્ય સ્પર્ધા ૩૦ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ સવારે ૦૭:૦૦ કલાકે યોજાશે, જેના માટે તમામ સ્પર્ધકોએ સવારે ૦૬:૩૦ કલાકે સ્પર્ધાના સ્થળ એટલે કે ચોટીલા પર્વત તળેટી, મુ. તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર ખાતે અચૂક હાજર થઈ જવાનું રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
Dec 28, 2025 08:11 am
વિજેતાઓને રોકડ ઇનામ અને શિલ્ડ એનાયત કરવામાં આવશે
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત સમયમર્યાદામાં અરજી કરનાર અને જરૂરી પાત્રતા ધરાવતા ગુજરાત રાજ્યના જુનિયર ૧૪ થી ૧૮ વર્ષના ૨૫૩ યુવક અને ૧૧૮ યુવતી એમ કુલ ૩૭૧ જેટલા સ્પર્ધકો ભાગ લેશે. આ સ્પર્ધામાં આ વર્ષે ભાઈઓ અને બહેનોને અલગ અલગ ૧ થી ૨૫ ક્રમ સુધીના વિજેતાઓને રોકડ ઇનામ અને શિલ્ડ એનાયત કરવામાં આવનાર છે.
Dec 28, 2025 08:10 am
ચોટીલા તળેટી ખાતેથી રાજયકક્ષાની છઠ્ઠી ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા 30 ડિસેમ્બરે યોજાશે
રાજ્યકક્ષાની છઠ્ઠી ચોટીલા આરોહણ –અવરોહણ સ્પર્ધા 30 ડિસેમ્બરે યોજાશે જેમાં રાજ્યના જુનિયર ૧૪ થી ૧૮ વર્ષના ૨૫૩ યુવક અને ૧૧૮ યુવતી એમ કુલ ૩૭૧ જેટલા સ્પર્ધકો થશે સહભાગી. ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વર્ષ ૨૦૨૫-૨૬ માટે “૬ઠ્ઠી રાજ્યકક્ષા ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા”નું આયોજન તા.૩૦ ડિસેમ્બરે કરવામાં આવ્યું છે.
Dec 28, 2025 08:10 am
કોંગ્રેસનો આજે 140મો સ્થાપના દિવસ
કોંગ્રેસ દ્વારા સ્થાપના દિવસની કરાશે ઉજવણી, દેશભરમાં મંડળ અને પંચાયત સ્તરે કાર્યક્રમો, ધ્વજારોહણનો પણ કાર્યક્રમ યોજાશે.
Dec 28, 2025 08:03 am
રશિયાનો યુક્રેનના કિવ પર ડ્રોન હુમલો
500 ડ્રોન અને 40 મિસાઇલથી હુમલો, હુમલામાં બેના મોત અને 32 ઘાયલ થયા, યુક્રેનની રાજધાની પર સતત 10 કલાક સુધી હુમલો, કિવ અને નજીકના વિસ્તારમાં મોટાપાયે નુકસાની.
Dec 28, 2025 08:02 am
પરિવર્તિત માર્ગથી ચાલનારી ટ્રેનો
01-તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ–વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ ગાંધીનગર કેપિટલ–ચાંદલોડિયા–વિરમગામના બદલે પરિવર્તિત માર્ગે ગાંધીનગર કેપિટલ–કલોલ–કાટોસણ રોડ–વિરમગામ ના માર્ગ થી દોડશે. આ ટ્રેન ચાંદલોડિયા નહીં જાય.
02-તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 12972 ભાવનગર–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ બોટાદ–વિરમગામ–અમદાવાદના બદલે પરિવર્તિત માર્ગે બોટાદ–ગાંધીગ્રામ–સાબરમતીના માર્ગ થી દોડશે. આ ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ, જોરાવર નગર, લિંબડી અને રાણપુર સ્ટેશનો પર નહીં જાય.
03-તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 09037 બાંદ્રા ટર્મિનસ–ભુજ સ્પેશિયલ પોતાના નિર્ધારિત માર્ગ અમદાવાદ–વિરમગામ–ધ્રાંગધ્રા–સમાખ્યાળી ના બદલે પરિવર્તિત માર્ગે અમદાવાદ–મહેસાણા–ભીલડી–સમાખ્યાળી ના માર્ગથી દોડશે. આ ટ્રેન ધ્રાંગધ્રા સ્ટેશન પર નહીં જાય.
04-તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 22990 મહુવા–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ બોટાદ–વિરમગામ–અમદાવાદના બદલે પરિવર્તિત માર્ગે બોટાદ–ગાંધીગ્રામ–સાબરમતીના માર્ગથી દોડશે. આ ટ્રેન સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશનો પર નહીં જાય.
05-તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 19255 સુરત–મહુવા એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ અમદાવાદ–વિરમગામ–બોટાદના બદલે પરિવર્તિત માર્ગે અમદાવાદ–સાબરમતી–ગાંધીગ્રામ–બોટાદના માર્ગથી દોડશે. આ ટ્રેન સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશનો પર નહીં જાય.
06-તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 12971 બાંદ્રા ટર્મિનસ–ભાવનગર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ અમદાવાદ–વિરમગામ–બોટાદના બદલે પરિવર્તિત માર્ગે અમદાવાદ–સાબરમતી–ગાંધીગ્રામ–બોટાદના માર્ગથી દોડશે. આ ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ, જોરાવર નગર, લિંબડી અને રાણપુર સ્ટેશનો પર નહીં જાય.
07-તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 20937 પોરબંદર–દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વિરમગામ–ચાંદલોડિયા–મહેસાણા ના બદલે પરિવર્તિત માર્ગે વિરમગામ–મહેસાણા–પાલનપુર ના માર્ગથી દોડશે. આ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર નહીં જાય.
08-તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 14311 બરેલી–ભુજ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ મહેસાણા–ચાંદલોડિયા B–વિરમગામના બદલે પરિવર્તિત માર્ગે મહેસાણા–વિરમગામ–સમાખ્યાળી ના માર્ગથી દોડશે. આ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર નહીં જાય.
09-તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 22958 વેરાવળ–ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વિરમગામ–ચાંદલોડિયા–ગાંધીનગર કેપિટલના બદલે પરિવર્તિત માર્ગે વિરમગામ–કાટોસણ રોડ–કલોલ–ગાંધીનગર કેપિટલ ના માર્ગથી દોડશે. આ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર નહીં જાય.
10-તારીખ 28.12.2025ની ટ્રેન નંબર 26901 સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ સાબરમતી–ચાંદલોડિયા–વિરમગામના બદલે પરિવર્તિત માર્ગે સાબરમતી–કલોલ–કાટોસણ રોડ–વિરમગામ ના માર્ગથી દોડશે.
11-તારીખ 28.12.2025ની ટ્રેન નંબર 22926 ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વિરમગામ–ચાંદલોડિયા–અમદાવાદના બદલે પરિવર્તિત માર્ગે વિરમગામ–કાટોસણ રોડ–કલોલ–અમદાવાદ ના માર્ગથી દોડશે. આ ટ્રેન સાણંદ અને સાબરમતી (જેલ સાઈડ) પર નહીં જાય; આ દરમિયાન સાબરમતી (ધરમનગર સાઈડ) સ્ટેશન પર રોકાશે.
Dec 28, 2025 08:02 am
આંશિક રીતે રદ્દ કરાયેલ ટ્રેનો
01-તારીખ 28.12.2025 અને 29.12.2025ની ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ–સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
02-તારીખ 27.12.2025 અને 28.12.2025ની ટ્રેન નંબર 19120 વેરાવળ–ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગર–ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
Dec 28, 2025 08:02 am
રદ્દ કરાયેલ ટ્રેનો
01-તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ્દ રહેશે.
02-તારીખ 28.12.2025ની ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ્દ રહેશે.
Dec 28, 2025 08:02 am
ચાંદલોડિયા–સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત
પશ્ચિમ રેલવેના અમદાવાદ–વિરમગામ સેક્શનમાં ચાંદલોડિયા–આંબલી રોડ–ગોરાઘુમા–સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ સ્થાપન કાર્ય માટે 27 અને 28 ડિસેમ્બર 2025ના રોજ નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. ટ્રેનોના રોકાણ, સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને તપાસ કરી શકે છે.
Dec 28, 2025 07:50 am
4 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રિક્વન્સી
1. ટ્રેન નંબર 09207/09208 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 26 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 27 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, જે અગાઉ 25 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 27 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે.
2. ટ્રેન નંબર 09211/09212 ગાંધીગ્રામ – બોટાદ દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]
ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ - બોટાદ સ્પેશિયલ જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે.
3. ટ્રેન નંબર 09216/09215 ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]
ટ્રેન નંબર 09216 ભાવનગર-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ-ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે.
4. ટ્રેન નંબર 09530/09529 ભાવનગર-ધોલા દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]
ટ્રેન નંબર 09530 ભાવનગર-ધોલા સ્પેશિયલ જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 28 ફરવરી 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09529 ધોલા-ભાવનગર સ્પેશિયલ જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે.
Dec 28, 2025 07:50 am
ભાવનગર ડિવિઝન થઈને ચાલતી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રિક્વન્સી ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી
યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે મંડળ થઈને ચાલતી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રીક્વન્સી ફેબ્રુઆરી 2026 સુધી વધારી દેવામાં આવી છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર પીટ લાઇનની મરામત માટે ચાલી રહેલા કામને કારણે ધોળા–ભાવનગર–ધોળા દૈનિક સ્પેશિયલ ટ્રેન 25 જાન્યુઆરી, 2026 સુધી રદ રાખવામાં આવી છે. આ કામ પૂર્ણ થયા બાદ આ ટ્રેનને 26 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.
Dec 28, 2025 07:43 am
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રવાસનો આજે બીજો દિવસ
30 ડિસેમ્બર સુધી ગોવા,કર્ણાટક,ઝારખંડની મુલાકાતે, આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સબમરીનની કરશે સફર, કર્ણાટકના કારવાર બંદરથી સબમરીનની સફર કરશે.
Dec 28, 2025 07:32 am
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં
IMA દ્વારા આયોજીત કોન્ફરન્સમાં આપશે હાજરી, નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કરશે, અમદાવાદ મનપાનાં 2 વિકાસ કર્યોનાં લોકાર્પણ કરશે, અમિત શાહના હસ્તે વેસ્ટર્ન ટ્રંક લાઈનનું લોકાર્પણ કરાશે, ઇસ્કોન-પકવાન આઇકોનિક રોડનું કરશે લોકાર્પણ, 326 કરોડનાં ખર્ચે 27 કિમીની વેસ્ટર્ન ટ્રંક લાઈન તૈયાર, 4 કરોડનાં ખર્ચે તૈયાર કરાયો છે ઇસ્કોન પકવાન રોડ, રોડ પર વોકિંગ ટ્રેક, ફુવારા, સ્કલ્પચર બનાવાયા, યુવા બિઝનેસ મહાસંમેલનનું કરશે ઉદ્ઘાટન, સંસ્કારધામ દ્વારા આયોજીત નમોત્સવમાં આપશે હાજરી.
Dec 28, 2025 07:30 am
આજે PM મોદીનો મન કી બાત કાર્યક્રમ
મન કી બાતનો આજે 129મો એપિસોડ, 2026માં પડકારો મુદ્દે PM કરી શકે છે ચર્ચા, મન કી બાતનો આ વર્ષનો આજે છેલ્લો એપિસોડ.
Dec 28, 2025 07:30 am
દર વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાય છે અમદાવાદમાં કાર્નિવલ
શનિવારની ભારે ભીડને પગલે ક્રાઉડ મેનેજમેન્ટના ભાગરૂપે કાંકરિયા કાર્નિવલના તમામ સાત ગેટ અસ્થાયી રીતે બંધ કરાયા હતા, અમદાવાદ શહેરમાં યોજાઈ રહેલા કાંકરિયા કાર્નિવલમાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો અને મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. દર વર્ષે જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલ દરમિયાન સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ તથા ક્રાઉડ મેનેજમેન્ટ માટે વ્યાપક અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે, કાર્નિવલના ત્રીજા દિવસે જાહેરમાં ભારે ઘસારો અને ભીડનો દબાણ વધતા, નાગરિકોની સલામતી અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર કાંકરિયા તળાવ ખાતે યોજાતા કાંકરિયા કાર્નિવલના તમામ સાતેય પ્રવેશદ્વારો (ગેટ) એન્ટ્રી માટે અસ્થાયી રીતે બંધ કરવાની ફરજ પડી હતી.
Dec 28, 2025 07:29 am
વધુ મુલાકાતીઓ આવી પહોંચતા કાંકરિયાનો ગેટ કરાયો હતો બંધ
પરંતુ બીજી તરફ, કોઈ અનિચ્છનીય ઘટના પણ નિવારી શકાઈ હોવાનો સંતોષ મેળવાયો હતો. સત્તાવાર જણાવ્યા મુજબ, દર વર્ષે આ વર્ષે પણ કાર્નિવલ દરમિયાન સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે વ્યાપક અને વ્યવસ્થિત આયોજન જળવાય તે માટે સતત પ્રયાસો થતા રહ્યા છે. જેના ભાગરૂપે અને જાહેર સલામતીના પરિપ્રેક્ષ્યમાં જ્યારે મોટી સંખ્યામાં અને ક્ષમતા કરતાં પણ વધુ સંખ્યામાં મુલાકાતીઓ આવી પહોંચતા ગેટ બંધ કરી નિયંત્રણ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Dec 28, 2025 07:29 am
અમદાવાદ કાંકરિયા કાર્નિવલમાં માનવ મહેરામણ ઉમટયું, ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમથી કાંકરિયાના ગેટ કરાયા બંધ
અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં લોકો ઉમટ્યા હતા અને શનિ-રવિને લઇ લોકોનો કાંકરિયામાં ધસારો જોવા મળ્યો હતો, મોડી સાંજે 1 લાખ લોકો કાંકરિયામાં થયા હતા એકત્ર અને ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમથી કાંકરીયાના ગેટ થયા હતા બંધ. કાંકરિયા તળાવ ફરતે આ વર્ષે પણ યોજાયેલા કાર્નિવલમાં શનિવારના કારણે મોડી સાંજ સુધી અભૂતપૂર્વ ધસારો રહેતાં સુરક્ષાના કારણોસર તમામ સાત ગેટ બંધ કરી દેવાનો તાકીદના ધોરણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ નિર્ણય લીધો હતો. આના કારણે અનેક લોકોએ પાછા જવું પડયું હતું.
Dec 28, 2025 07:11 am
કચ્છના ભચાઉના વોંધ ગામ નજીક અકસ્માત
મીનીબસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત, અકસ્માત બાદ વાહનોમાં આગ લાગી, ભચાઉ ફાયર વિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી, બસમાં સવાર 14 લોકોને બચાવી લેવાયા, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં.
Dec 28, 2025 07:11 am
આરોગ્ય મંત્રીનો હવાલો હવે CM પાસે રહેશે
મંત્રી પ્રફુલ પાનસેરીયા હાલ છે સારવાર હેઠળ, પ્રફુલ પાનસેરીયાની ગેરહાજરીમાં હવાલો CM પાસે, પ્રફુલ પાનસેરીયાની કમરની ચાલી રહી છે સારવાર.
Dec 28, 2025 07:10 am
વડોદરામાં ગટરમાં પડી જતા યુવકનું મોત
ઘટના બાદ મનપાની કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી, માંજલપુરમાં ગટરમાં પડતા યુવકનુ થયું હતુ મોત, ઇકો ફેસિલિટી મેનેજમેન્ટ કંપની બ્લેક લિસ્ટ, VMC કમિશનર અરુણ મહેશ બાબુનો આદેશ, મનપા દ્વારા પોલીસ મથકમાં અરજી દાખલ કરાઈ. કોન્ટ્રાકટર સામે ગુનો દાખલ કરવા અરજી કરાઈ, પાણી પુરવઠાના એડિશનલ આસિસ્ટન્ટ ઈજનેરને નોટિસ.
Dec 28, 2025 07:09 am
ગુજરાત ભાજપના નવા સંગઠનની જાહેરાત
પંચમહાલના MLAની ઉપપ્રમુખ તરીકે વરણી, જયદ્રથસિંહ પરમારની ઉપપ્રમુખ તરીકે વરણી, ઉપપ્રમુખ જયદ્રથસિંહ પરમારનું નિવેદન, ‘પ્રદેશ કક્ષાએ સંગઠનમાં જવાબદારી મળી’,મૌવડી મંડળનો હું આભાર માનુ છુ :જયદ્રથસિંહ, પાર્ટી જે કામ સોંપશે તે કરીશુ :જયદ્રથસિંહ, કાર્યકર્તા તરીકે હંમેશા કામ કરતા રહીશુ :જયદ્રથસિંહ.
Dec 28, 2025 07:09 am
અમદાવાદના કાંકરીયા કાર્નિવલમાં લોકો ઉમટ્યા
શનિ-રવીને લઇ લોકોનો કાંકરીયામાં ધસારો, મોડી સાંજે 1 લાખ લોકો કાંકરીયામાં થયા એકત્ર, ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમથી કાંકરીયાના ગેટ થયા બંધ, ક્રાઉડ મેનેજમેન્ટ માટે લગાવાયા છે વિશેષ કેમેરા, કાંકરીયામાં ભીડ મેનેજ કરવા લગાવાઇ છે સિસ્ટમ.

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા

Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ

Rajkot : નવનિર્મિત સાંઢિયા પુલની ઢીલી કામગીરી અને નબળા ફિનિશિંગ બદલ ચેતન કન્સ્ટ્રક્શન અને PMC ને કોર્પોરેશને ફટકારી નોટિસ

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

Stock Market Opening: US Iran વચ્ચે તણાવથી શેરબજારમાં ચિંતા, સેન્સેક્સ 299.46 પોઇન્ટ ઘટ્યો

Vaibhav Suryavanshiના ક્રેઝ આગળ બ્રોડકાસ્ટર્સ ઝૂક્યા, ભારત-શ્રીલંકા ટ્રાય-સિરીઝનું થશે લાઈવ ટેલિકાસ્ટ

Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલ 2.5 રૂપિયા મોંઘુ થવાની આશંકા વચ્ચે જાહેર થયા નવા ભાવ, જાણી લો 4 જૂનનો રેટ

India Weather Forecast : કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી, હિમાચલમાં ઓરેન્જ એલર્ટ, જાણો દેશભરના હવામાનની સ્થિતિ

Bihar: મુઝફ્ફરપુરમાં પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ,3 દર્દી જીવતા ભુંજાયા,સ્ટાફ દર્દીઓને તડપતા છોડી ભાગી છૂટ્યો

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા