પ્રદેશ બીજેપીએ નવું સંગઠન માળખું જાહેર કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે. કેટલાક ચહેરા નવા ઉમેરવામાં આવ્યા તો કેટલાક ચહેરાને રીપિટ કરાયા પરંતુ નવી જવાબદારી સાથે.સિનિયર નો સાથ લીધો તો જવાબદારી યુવાઓના ખભા પર આપી હોવાનું સામે આવી રહ્યું છે.બીજી તરફ મહિલાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું સંગઠનની મુખ્ય બોડિમાં 30 ટકા મહિલા નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.મહત્વનો મુદ્દો એ છે કે ગત ટર્મ દરમિયાન એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ બનાવ્યો હતો તેનો છેડ ઉડાવી દેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રમાથી લેઉવા સમાજના ચહેરાની પસંદગી કરાઈ
ભાજપમાં પહેલેથી પ્રમુખ બાદ કોઈને મોટો જવાબદારી હોય તો તે ઉપાધ્યક્ષ નહિ પરંતુ મહામંત્રી શિરે રહેતી હોય છે. રાજ્યને રાજકીય રીતે 4 ભાગમાં વહેંચી ભાજપ દ્વારા સંગઠનની કામગીરી કરવામાં આવતી હોય છે. જેમાં 4 મહામંત્રી પદે જે પસંદગી કરવામાં આવી છે તેમાં સૌથી યુવા પ્રશાંત કોરાટ છે.આ નિમણુક કરી ભાજપે સૌ કોઈને ચોંકાવી દીધા છે.સૌરાષ્ટ્રમાથી લેઉવા ચહેરાની પસંદગી કરાઈ છે તો આવી જ રીતે અજય બ્રહ્મભટ્ટ જે ખેડાથી આવી રહ્યા છે અને તે પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે જેને સીધી જ મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.
10 ઉપાધ્યક્ષની નિમણુક કરાઈ
કચ્છથી માંડવીમાં ધારાસભ્ય રહેલા અને બ્રહ્મ સમાજમાથી આવતા અનિરુદ્ધ દવેને પણ મહામંત્રી બનાવવામાં આવ્યા છે તો સુરેન્દ્રનગરની હિતેન્દ્રસિંહ ચૌહાણે મહામંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં 3 ચહેરા સૌરાષ્ટ્ર- કચ્છથી પસંદ કરવામાં આવ્યા જેમાં એક લેઉવા , એક ક્ષત્રિય અને એક બ્રમ્હ સમાજના નેતાની પસંદગી કરવામાં આવી છે. 10 ઉપાધ્યક્ષની નિમણુક કરાઈ જેમાં 2 મહિલા અને 8 પુરુષ નેતાઓને સમાવવામાં આવ્યા છે.. તો એક રીતે 10 મંત્રીઓની નિમણુક કરવામાં આવી છે જેમાં 10 માથી 6 મહિલા નેતાઓની પસંદગી કરવામાં આવી છે. જ્ઞાતિગત સમીકરણોમાં પણ ભાજપે બેલેન્સ કર્યું છે પરંતુ અગાઉના સંગઠનો કરતા કડવા પાટીદાર સમાજનું કદ સંગઠનમાં ઘટાડવામાં આવ્યું છે.
મુખ્ય બોડી 29 નેતાઓની બનાવવામાં આવી
પ્રદેશ ભાજપ સંગઠનની મુખ્ય બોડી 29 નેતાઓની બનાવવામાં આવી છે જેમાં ક્ષત્રિય 3,બ્રાહ્મણ 4,લેઉવા પટેલ 3,કડવા પટેલ 3,ઓબીસી 6,દલિત 3,આદિવાસી 3 ,નેતાઓની પસંદગી કરવામાં આવી છે. તો કેટલીક નિમણુક ચોંકાવનારી પણ માનવામાં આવે છે.. જેણે સૌ કોઈને અચંબામાં મૂકી દીધા છે.જેમાં ઉપાધ્યક્ષ પદે રાજેશ ચુડાસમાની નિમણુક કે જે ચાલુ સાંસદ છે , એજ રીતે રમેશ ધડુક જે પણ પૂર્વ સાંસદ છે અને હાલ ઉપાધ્યક્ષ પદે નિમણુક પામ્યા છે. તો હેમાંગ જોશી હાલમાં બરોડા સાંસદ છે અને તેને યુવા મોરચા પ્રમુખ બનાવ્યા છે તો કિરીટ સોલંકી કે જે 3 ટર્મ સાંસદ રહ્યા અને લોકસભા સ્પીકર પેનલના સભ્ય પણ હતા જેને એસ સી મોરચાની જવાબદારી સોંપવામાં આવી છે.
કેટલાક ચહેરા અગાઉના સંગઠનમાં હતાં
તો કેટલાક ચહેરા એવા છે કે જે અગાઉના સંગઠનમાં પણ હતા અને હાલમાં પણ તેને સંગઠનના સમાવવામાં આવ્યા છે પરંતુ હોદ્દો અલગ આપવામાં આવ્યો છે જેમાં પ્રશાંત કોરાટ જે યુવા મોરચા અધ્યક્ષ હતા તેને હાલમાં મહામંત્રી બનાવવામાં આવ્યા , એક રીતે ગૌતમ ગેડીયા જે એસસી મોરચા અધ્યક્ષ હતા તેને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સંજય દેસાઈ જે માલધારી સેલ નાં કનવિનર હતા તેને પ્રદેશ મંત્રી બનાવવામાં આવ્યા , હિરેન હીરપરા જે પહેલા કિસાન મોરચામાં મહામંત્રી હતા તેને કિસાન મોરચામાં અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે.
એક વ્યક્તિ એક હોદ્દાનો છેદ ઉડાડી દેવાયો
તો ગત ટર્મમાં એક વ્યક્તિ એક હોદ્દો હતો તેનો છેડ ઉડાવી દેવામાં આવ્યો છે.. કારણ કે ઘણી નિમણુક એવી છે જેમાં સાંસદ ધારાસભ્ય અને સંગઠનનો હોદ્દો પણ આપવામાં આવ્યો છે.જેમાં રાજેશ ચુડાસમા જે હાલ જૂનાગઢ સાંસદ છે તેને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા,અનિરુદ્ધ દવે જે માંડવી ધારાસભ્ય છે જેને મહામંત્રી બનાવવામાં આવ્યા ,હેમાંગ જોશી જે બરોડા સાંસદ છે જેને યુવા મોરચા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે તો ગણપત વસાવા જે ધારાસભ્ય છે જેને એસટી મોરચાની જવાબદારી સોંપવામાં આવી છે.આમ તમામ સમાજને પ્રાધાન્ય આપતું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.જે રીતે સરકારમાં નાના સમાજ માથી પસંદગી કરી તેમને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું એમ સંગઠન પણ એજ રીતે નેતાઓની પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Amreli; જિલ્લાના પૂર્વ પ્રમુખની પ્રદેશ કક્ષાએ વરણી, હિરેન હિરપરા બન્યા ગુજરાત ભાજપ કિસાન મોરચાના પ્રમુખ