ગુજરાતમા પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં જ્ઞાતિ આધારિત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જૂના અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ નવા સંગઠનની જાહેરાત બાદ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં આવતી કાલે કમલમ ખાતે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
નવા સંગઠનની જાહેરાત બાદ મળશે પ્રથમ બેઠક
ભાજપનું નવું સંગઠન જાહેર થયા બાદ અમદાવાદમાં કમલમ ખાતે પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવ નિયુક્ત તમામ પદાધિકારીઓ સાથે એક બેઠક યોજાશે. આ બેઠકમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવશે. તમામ આગેવાનોનો પરિચય અને આગામી ચૂંટણીઓના રોડ મેપ અંગેની પણ ચર્ચાઓ કરવામાં આવશે.













