બોટાદમાં મિલિટરી રોડ પર પીકઅપ વાન પલટી ખાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે એક જ કુટુંબના 26 લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


એક જ પરિવારના 26 લોકો સવાર હતાં

બોટાદમાં મિલિટરી રોડ પર પીકઅપ વાનમાં એક જ પરિવારના 26 લોકો સવાર હતાં. આ પીકઅપ વાન અચાનક પલટી ખાઈ ગઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 26 લોકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હરણકુઈ વિસ્તારના લોકો બહાર ગામ જતા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

મૃતકોને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા

મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતની ઘટના બનતાં જ આસપાસના લોકોની ભીડ જામી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને અકસ્માતને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


આ પણ વાંચોઃ Surat માં કાળજું કંપાવતી ઘટના, લાલગેટમાં યુવકે બિલ્ડિંગ પરથી મોતની છલાંગ લગાવી, રૂંવાડા ઉભા કરી દેતા CCTV


  • Follow us on: