સુરતના લાલગેટ વિસ્તારમાં એક હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે બિલ્ડિંગ પરથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે જોઈને કોઈ પણ વ્યક્તિનું કાળજું કંપી ઉઠે તેમ છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવક બિલ્ડિંગના ઉપરના માળેથી નીચે પટકાય છે અને ક્ષણભરમાં જ તેનું કમકમાટીભર્યું મોત નીપજે છે. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.


લાલગેટમાં યુવકે જીવન ટૂંકાવ્યું

ઘટનાની જાણ થતા જ લાલગેટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવકે કયા કારણોસર આટલું આઘાતજનક પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ જાણકારી મળી નથી. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે અને મૃતકના પરિવારજનોની પૂછપરછ કરીને તપાસ આગળ ધપાવી રહી છે. સુરતમાં સતત વધી રહેલા આપઘાતના કિસ્સાઓ ચિંતાનો વિષય બન્યા છે, ત્યારે આ લાઈવ ફૂટેજ જોઈને શહેરીજનોમાં શોક અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Vadodara ના સાંસદ હેમાંગ જોશી હવે ભાજપ યુવા મોરચાના સારથિ, પ્રદેશ પ્રમુખ તરીકેની સોંપાઈ જવાબદારી

  • Follow us on: