ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા લાંબા સમયની રાહ જોયા બાદ આખરે પ્રદેશ સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. આ નવા માળખામાં જ્ઞાતિગત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાને રાખીને જૂના અને નવા ચહેરાઓનું સંતુલન જાળવવામાં આવ્યું છે.


ગુજરાત પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર

સંગઠનમાં સૌથી મહત્વના ગણાતા મહામંત્રી પદે નવા નામોની જાહેરાત કરવામાં આવી છે. અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ અને  અજય બ્રહ્મભટ્ટ આ ત્રણેય નેતાઓ પર સંગઠનને મજબૂત કરવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપે નવા માળખામાં જ્ઞાતિગત અને પ્રાદેશિક સંતુલન જાળવ્યું

નવા જાહેર થયેલા માળખામાં કુલ 10 ઉપપ્રમુખ અને 10 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય મહત્વના હોદ્દાઓની જવાબદારી સોંપાઈ છે. કોષાધ્યક્ષ, પરિન્દુ ભગત સહ-કોષાધ્યક્ષ, મોહન કુંડારીયા, મુખ્ય પ્રવક્તા, ડો. અનિલ પટેલ, મીડિયા ઇન્ચાર્જ, પ્રશાંત વાળા.

વિવિધ મોરચાના નવા પ્રમુખો

યુવા મોરચો હેમાંગ જોષી, મહિલા મોરચો અંજુબેન વેકરિયા, કિસાન મોરચો હિરેન હિરપરા, OBC મોરચો માનસિંહ પરમાર, SC મોરચો ડો. કિરીટ સોલંકી, ST મોરચો ગણપત વસાવા, લઘુમતી મોરચો નાહિન કાઝી આ માળખામાં અનુભવી નેતાઓની સાથે યુવા ચહેરાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો:  20 વર્ષનો ભરોસો તોડ્યો! સોની વેપારીનું 8 લાખનું સોનું લઈ બંગાળી કારીગર રફુચક્કર

  • Follow us on: