જામનગરની સોની બજારમાં એક વિશ્વાસઘાતનો કિસ્સો ભારે ચર્ચામાં છે. છેલ્લા 20 વર્ષથી એક જ દુકાનમાં કામ કરતા અને વેપારીના પરમ વિશ્વાસુ બનેલા બંગાળી કારીગરે 50 થી 60 ગ્રામ સોનું લઈને પલાયન થઈ જતાં વેપારી મુશ્કેલીમાં મુકાયા છે. સોનાના વધતા ભાવો વચ્ચે થયેલા આ નુકસાનથી બજારના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
જામનગરનમાં બંગાળી કારીગર સોનું લઈને
વિગતો મુજબ, 38 વર્ષીય બંગાળી કારીગર છેલ્લા બે દાયકાથી જામનગરના એક જાણીતા સોની વેપારી પાસે કામ કરતો હતો. ૨૦ વર્ષના લાંબા ગાળાને કારણે વેપારીને તેના પર અતૂટ વિશ્વાસ હતો. જોકે, આ કારીગર રાતોરાત અંદાજે 50 થી 60 ગ્રામ શુદ્ધ સોનું (જેની હાલની બજાર કિંમત આશરે ૮ લાખ રૂપિયા થાય છે) લઈને ગાયબ થઈ ગયો હતો.










